Get The App

આબુ-અંબાજી રોડ પર બસ નદીમાં ખાબકી: રણુજાથી દર્શન કરી પરત આવી રહેલા 12 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત

Updated: Aug 3rd, 2024

GS TEAM

Google News
Google News
Ambaji


Abu-Ambaji Road Bus Accident : રણુજાથી અંબાજી તરફ આબુરોડ-અંબાજી રોડ પર 55 યાત્રાળુ ભરેલી લક્ઝરી બસ નદીમાં ખાબકી હોવાની માહિતી મળે છે. આ ઘટનામાં 12 જેટલા યાત્રાળુ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

55 યાત્રાળુ ભરેલી લક્ઝરી બસ નદીમાં ખાબકી

મળતી માહિતી પ્રમાણે, આબુરોડ-અંબાજી રોડ પર રણુજાથી અંબાજી તરફ યાત્રાળુ ભરેલી એક લક્ઝરી બસ નદી ખાબકી હોવાની જાણકારી મળી છે. આ લક્ઝરી 55 જેટલા યાત્રાળુ સવાર હતા. આબુરોડ-અંબાજી રોડ પર 55 યાત્રાળુ ભરેલી બસ નદીમાં ખાબકી હોવાથી બસમાં સવાર 12 યાત્રાઓને ઈજાઓ થતાં તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો : વડોદરા-હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત: પાંચ વાહનો વચ્ચે ટક્કર, પતિ-પત્નીના ઘટનાસ્થળે મોત

ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર દોડી આવ્યું

ત્રણ દિવસની યાત્રાની સફરે દેરોલ ગામના ભક્તો રણુજાથી અંબાજી જવા નીકળ્યા હતા, ત્યારે આબુરોડ-અંબાજી રોડ પર અંબાજી તરફ જતી લક્ઝરી બસ નદીમાં ખાબકી હતી. ઘટનાને લઈને સ્થાનિક પોલીસને જાણ થતા તરત ઘટના સ્થળે પહોંચીને યાત્રીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

આબુ-અંબાજી રોડ પર બસ નદીમાં ખાબકી: રણુજાથી દર્શન કરી પરત આવી રહેલા 12 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત 2 - image

Tags :