કલોલના નારદીપુર ગામની ઘરફોડનો ભેદ ઉકેલાયો ઃ છ શખ્સો ઝડપાયા

પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દા માલમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના અને ડોલર જપ્ત કર્યા
કલોલ : કલોલ પાસેના નારદીપુર ગામે આવેલા એક મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું એનઆરઆઈના બંધ મકાનની નિશાન બનાવીને તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી જે અન્વયે ગાંધીનગર એલસીબી પોલીસ તથા તાલુકા પોલીસે સંયુક્ત કામગીરી કરીને ચોરી કરનાર ટોળકીને ઝડપી લીધી હતી પોલીસે તેમની પાસેથી ચોરી નો મુદ્દા માલ વગેરે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કલોલ તાલુકાના નારદીપુર ગામે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ
આપ્યો હતો અહીં એનઆરઆઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરના તાળા તોડી ચોરી
કરી હતી તસ્કરો ઘરમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના અને યુએસ ડોલર સહિતના
મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જે અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ
દાખલ કરવામાં આવી હતી જે અન્વયે પોલીસે તપાસ ચલાવી હતી. જે અન્વયે તેમને
ખાનગી રાહે માહિતી મળી હતી કે મમતા ડાભી નામની યુવતી જૈમીન
પટેલના સંપર્કમાં આવી હતી જેથી મમતા જૈમીન પટેલના ઘરની તથા ગામની ભૌગોલિક
પરિસ્થિતિથી વાકેફ હતી અને ઘરમાં લોખંડની ચાવી તથા રોકડને સોનાના દાગીના ક્યાં
મુકેલ છે તેની જાણતી હતી જેથી તેણે તેની બહેનપણી શીતલને સાથે મળીને તેના ભાઈ ના
ઓળખીતા મિત્ર પિયુષ પ્રવીણભાઈ દંતાણીને બોલાવીને નારદીપુર ખાતે ઘરે ચોરી કરવાનું
નક્કી કર્યું હતું તે માટે તેઓએ પિયુષના મિત્રો મેહુલ બળદેવભાઈ ઠાકોર તથા અજય
ધર્મેન્દ્રભાઈ દંતાણી તથા અયુબખાન પઠાણને બોલાવી
દીધા હતા અને ટોળકીએ રાત્રે રિક્ષામાં આવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને આ
તમામ તસ્કરો ચોરીમાં આવેલા મુદ્દા માલનો ભાગ પાડવા માટે મમતા લાલજી ડાભી રહે
પેથાપુરના ઘરે ભેગા થયા છે તેવી માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને પોલીસે
સ્થળ ઉપરથી પિયુષ પ્રવીણભાઈ દંતાણી રહે પેથાપુર તથા મમતાબેન લાલસિંહ ડાભી રહે ડાભી
તાલુકો ગાંધીનગર અને શીતલબેન દશરથ સિંહ વાઘેલા રહે પેથાપુર તથા અજય ધર્મેશભાઈ
દંતાણી અને મેહુલ બળદેવભાઈ ઠાકોર રહે પેથાપુર તથા
અયુબકાન પઠાણ ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દા
માલમાંથી રોકડા રૃપિયા ૫,૩૫,૫૦૦ તથા યુએસ
ડોલર ૧૦૦ ચલણની નોટ નંગ ૪૮ જેની ભારતીય ચલણ અનુસાર કિંમત રૃપિયા ૪,૧૨,૮૦૦ અને અલગ અલગ
બોક્સમાં સેટ કરેલ સોનાની બંગડી તથા
બંગડીઓ ના ટુકડા કુલ કિંમત ?૯,૧૭,૮૦૦ ના જપ્ત
કર્યા હતા પોલીસે તેમની પાસેથી મોબાઇલ અને સીએનજી રીક્ષા જપ્ત કરી હતી તેમજ કુલ
મુદ્દા માલ રૃપિયા ૧૯ લાખ ૭૦ હજાર સો નો મુદ્દા માલ જપ્ત કરીને તમામની સામે ગુનો
દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.









