Gujarat

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી રીપ્લેસ કરાશે

By GS TEAM
5 Mar 20261 min read
નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી રીપ્લેસ કરાશે

અમદાવાદ,ગુરુવાર,5 માર્ચ,2026

ગત વર્ષે બંધ કરવામા આવેલ સુભાષબ્રિજને નવ મહિનાની અંદર રીસ્ટોર કરી દેવાશે.હયાત બ્રિજના માત્ર સુપર સ્ટ્રકચરને દુર કરી  સ્ટીલ,કમ્પોઝીટ ગર્ડર  સ્ટ્રકચરથી રીપ્લેસ કરાશે. રુપિયા ૨૩૬ કરોડના ડી. આર.અગ્રવાલ ઈન્ફ્રાકોનના ટેન્ડરને મંજૂર કરાતા વર્કઓર્ડર અપાશે.૨૪ મહિનાના સમયમાં બ્રિજની બંને સાઈડ ઉપર ટુ લેનના બે નવા બ્રિજ બનાવાશે.બ્રિજના ફાઉન્ડેશનનુ સ્ટ્રેન્થનીંગ કરવામા આવશે.હયાત બ્રિજને રીસ્ટોર કર્યા પછી ૭૦ વર્ષ સુધી જોવુ નહીં પડે એવો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે દાવો કર્યો છે.

સુભાષબ્રિજમા હાલ ૭૬.૨૫ મીટરના પાંચ તથા ૩૬.૫૦ મીટરના બે સ્પાન છે.બ્રિજની કુલ લંબાઈ ૪૫૪ મીટર અને ૧૮ મીટર પહોળાઈ છે.હયાત પીયરવેલ ફાઉન્ડેશન અને વધારાના તમામ પીયર  ૧૫૦૦-૧૮૦૦ એમ.એમ.ડાયામીટરના પાઈલ ફાઉન્ડેશન કરી કરવામા આવશે. નવા બનાવવાના થતા બ્રિજના સ્પાન ૩૮ મીટરના થશે.નવા બનનારા સ્ટીલ સુપર સ્ટ્રકચરથી હયાત બ્રિજના વેલ ફાઉન્ડેશન ઉપરના લોડમાં ઘટાડો થશે અને વજન વહન કરવાની ક્ષમતામા વધારો થશે.હયાત બ્રિજની બંને બાજુએ નવા બનાવાના થતા ટુ-ટુ લેનના બ્રિજ આઈકોનીક સ્ટીલ સ્ટ્રકચર ફસાડ લાઈટીંગ સાથે બનશે.સ્ટ્રકચરની કુલ લંબાઈ ૪૫૪ મીટર રાખવામા આવી છે.બંને બાજુએ ૧૦.૫૫ મી.મી.રાખવામા આવી છે.સ્ટ્રકચરલ ડિઝાઈનની ચકાસણી આર એન્ડ બી ડિઝાઈન સર્કલ દ્વારા કરવામા આવશે.