Gujarat

બાંટવા પંથકમાં પાણીના જોરદાર પ્રવાહમાં માણાવદરના હડમતાળી મંદિર તરફનો પુલ ઉખડી ફેંકાઈ ગયો : રસાલા ડેમની રેલીંગ તૂટી ગઈ

By GS TEAM
21 Aug 20251 min read
બાંટવા પંથકમાં  પાણીના જોરદાર પ્રવાહમાં માણાવદરના હડમતાળી મંદિર તરફનો પુલ ઉખડી ફેંકાઈ ગયો : રસાલા ડેમની રેલીંગ તૂટી ગઈ

ઇલેક્ટ્રિક ઉપકરણ, વાહનો, ઘરવખરી પાણીમાં ગરક : માણાવદર, બાંટવામાં દુકાનો, ઘરમાં પાણી ઘુસી જવાથી લોકોને કરોડોનું નુકસાન 

માણાવદર/બાંટવા, : માણાવદર,બાંટવા પંથકમાં થયેલા ભારે વરસાદથી દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઇલેક્ટ્રિક ઉપકરણો,વાહનો વરસાદી પાણીમાં પલળી જતા લોકો કફોડી હાલતમાં મુકાયા છે. પાણીના જોરદાર  પુલ અને રેલીંગ તૂટી ગઈ હતી. આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકનું  થયું છે. ગઈકાલે માણાવદર, બાંટવા પંથકમાં 15-16 ઇંચ વરસાદ થયો હતો. મુખ્ય બજાર, શેરી ગલીઓમાં કેડ સમાન પાણી ભરાયા હતા. દુકાન અને મકાનોમાં પાણી ઘુસી જતા અનાજ ઘરવખરી ઉપરાંત ફ્રીઝ, ટીવી, વાહનો, પલંગ, ફનચર, ગાદલા વરસાદી પાણીમાં પલળી ગયા હતા. પીવાના પાણીના ટાંકામાં ભૂગર્ભ ગટરનું પાણી ઘુસી ગયું છે.

માણાવદરથી હડમતાળી હનુમાનજી તરફના રસ્તા પરનો પુલ તો તૂટી ઉખડી એક તરફ ફેંકાઈ ગયો હતો. જ્યારે રસાલા ડેમની લોખંડની ગ્રીલ તૂટી ગઈ છે. હાલ પાણી ઓસરતા લોકોને જોખમી રીતે પસાર થવું પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધસમસતા પાણી ફરી વળતા ખેતરોમાં ઉભા પાક અને જમીનનું ધોવાણ થતા ખેડૂતોની કફોડી હાલત ઉભી થઇ છે.