Get The App

ગુજરાતમાં પણ બ્રિજની હાલત કથળેલી, મચ્છુ નદી પરનો પુલ બેસી જતાં વાહનવ્યહાર બંધ કરી દેવાયો

Updated: Jul 28th, 2024

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં પણ બ્રિજની હાલત કથળેલી, મચ્છુ નદી પરનો પુલ બેસી જતાં વાહનવ્યહાર બંધ કરી દેવાયો 1 - image


પુલની ચકાસણી માટે હવે ગાંધીનગરથી ટીમો આવશે : રાતીદેવડી અને પંચાસર રોડને જોડતો 24 વર્ષ પહેલાં બાંધવામાં આવેલે પુલ વચ્ચેથી બેસી જતા જોખમી સ્થિતિ : તાકીદે માટી ઠાલવી પુરાણ કરાયું

Morbi Bridge News : વાંકાનેર બાયપાસ ઉપર મચ્છુ નદી ઉપર 24 વર્ષ પહેલા બાંધવામાં આવેલો પુલ મધ્યભાગમાંથી પુલ બેસી જતા જોખમી બનવાથી તાકીદની અસરથી માટી ઠાલવી વાહનોની અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. જે મામલે માર્ગ અને મકાન વિભાગે તપાસ શરૂ કરી છે. અને વડી કચેરીને રીપોર્ટ કરતા ગાંધીનગરથી ટીમ પુલની ચકાસણી માટે આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

વાંકાનેર શહેરમાં બાયપાસ રોડ ઉપર રાતીદેવડી તેમજ પંચાસર રોડને જોડતો મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલ પુલ આજે અચાનક જ વચ્ચેથી બેસી ગયો હતો. જેથી જાણ થતા માર્ગ અને મકાન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પુલ પરથી અવરજવર જોખમી સાબિત થાય તેમ હોવાથી પુલ બંધ કરવામાં આવ્યો છે.

વાંકાનેરના જડેશ્વરની નેશનલ હાઈવેને જોડતા મચ્છુ નદીના પુલને હાલમાં બંધ કરવામાં આવતા વાંકાનેર શહેરમાંથી તમામ વાહનો પસાર થઈ શકશે. વર્ષ 2000માં બનેલ આ પુલ ઉપરથી હેવી વાહનો પસાર થવાને કારણે પુલ બેસી ગયો હોવાનું પ્રાથમિક તારણ તંત્ર દ્વારા કાઢવામાં આવ્યું છે. પુલની તપાસ માટે ગાંધીનગરથી ટીમ આવશે તેવી માહિતી પણ હાલ પ્રાપ્ત થઈ રહી છે.

Tags :