Gujarat

૪ ડિસેમ્બર-૨૫થી બ્રિજ બંધ કરાયો છે, સુભાષબ્રિજ રીસ્ટોરેશન,નવા બ્રિજ બનાવવા બે કંપનીએ રસ દાખવ્યો

By GS TEAM
3 Mar 20261 min read
૪ ડિસેમ્બર-૨૫થી બ્રિજ બંધ કરાયો છે, સુભાષબ્રિજ રીસ્ટોરેશન,નવા બ્રિજ બનાવવા બે કંપનીએ રસ દાખવ્યો


અમદાવાદ, મંગળવાર,3 માર્ચ,2026

૪ ડિસેમ્બર-૨૦૨૫થી સુભાષબ્રિજ ઉપર તિરાડ પડતા તમામ પ્રકારની અવરજવર માટે બ્રિજ બંધ કરાયો છે. બ્રિજના સુપર સ્ટ્રકચરને તોડી રીસ્ટોરેશન કરવા તેમજ બંને તરફ વધારાના નવા બ્રિજ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડર પ્રક્રીયા કરી હતી. હાર્ડ કોપી સબમીટ ના કરી શકનાર કંપની એસ.પી.સિંગલાને ડીસ્કવોલીફાય કરવામા આવતા હવે બુલેટ ટ્રેન પ્રોજેકટ વાળા ડી આર અગ્રવાલને સુભાષબ્રિજની કામગીરીનો વર્કઓર્ડર મળે તેવી પ્રબળ સંભાવના છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ સુભાષબ્રિજને લઈ ટેન્ડર કરાયુ હતુ જેમાં સિંગલ ટેન્ડર આવતા રી ટેન્ડર કરાયુ હતુ. કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી મળતી વિગત મુજબ, ડિસેમ્બર મહિનામા બ્રિજ બંધ કરાયા પછી ફેબુ્આરીમા બ્રિજનુ સુપર સ્ટ્રકચર દુર કરવાનુ હતુ.પરંતુ ટેન્ડર પ્રક્રીયા લાંબી ચાલી હતી. ડી આર અગ્રવાલ દ્વારા રુપિયા ૨૩૨.૮૦ કરોડની બેઝ પ્રાઈઝ સામે રુપિયા ૨૩૬ કરોડનો ભાવ ભર્યો છે. આ રકમ બેઝ પ્રાઈઝથી ૧.૩૭ ટકા જેટલી જ વધુ હોઈ હવે સમય બગાડવાના બદલે આ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપી દેવાશે એમ મનાઈ રહયુ છે.