Gujarat
પીપરડી ગામનો બ્રિજ જર્જરિત, વાહન વ્યવહાર માટે રસ્તો બંધ
By GS TEAM
27 Nov 20251 min read

- લોકસલામતીને ધ્યાને લઈ આજથી એક માસ માટે માર્ગ બંધ કરવા નિર્ણય
- 26 મી ડિસેમ્બર સુધી વાહનો ડાયવર્ઝન રૂટ પરથી ચાલશે
ભાવનગર : સિહોર તાલુકાના પીપરડી ગામે આવેલો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી આવતીકાલથી એક માસ માટે રસ્તો બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
પીપરડી સિંચાઈ યોજનાની સબમર્જન્સમાં આવેલ પીપરડી ગામના ખેડૂતોને સીમ વિસ્તારમાં જવા માટેનો ૧૦ સ્પાન ધરાવતો પુલ જર્જરિત હોવાના કારણે વાહન વ્યવહાર માટે જોખમી બન્યો છે. જેથી લોકસલામતીને ધ્યાને લઈ આ બ્રિજને તાત્કાલિક અસરથી તમામ વાહનો માટે બંધ કરવા અને ડાયવર્ઝન રૂટ આપવા પંચાયત સિંચાઈ વિભાગ-ભાવનગરના કાર્યપાલક ઈજનેરે દરખાસ્ત રજૂ કરતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બ્રિજ પર ચાલતા તમામ વાહનો માટે આવતીકાલ તા.૨૭-૧૧થી તા.૨૬-૧૨ સુધી રસ્તો બંધ કરી ડાયવર્ઝન રૂટ ઉપર વાહનો પસાર કરવા જાહેરનામું જારી કર્યું છે.








