દહેજની માંગણી પૂરી નહીં થતા પરિણીતાને કાઢી મૂકી
લગ્નના ત્રણ વર્ષ દરમિયાન વારંવાર મારઝૂડ કરતો પતિ
વડોદરા,દહેજની માંગણી કરીને પરિણીતા પર ત્રાસ ગુજારી પહેરેલા કપડે કાઢી મૂકવામાં આવી હતી. જે અંગે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
હાથીખાના મારવાડીના ડેલામાં રહેતી હીના દિવાને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા યાકુતપુરા જુનેદ એપાર્ટમેન્ટમાં રહેતા અલ્ફાઝ અનવરશા દીવાન સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક દીકરી છે.લગ્ન જીવન દરમિયાન અવાર - નવાર દહેજની માંગણી કરી મારા પતિ, સાસુ,સસરા તથા દિયેર દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. મારા સાસુ, સસરા મને છૂટાછેડા માટે ધમકી આપતા હતા. તેઓ પતિ પાસે મને વારંવાર માર ખવડાવતા હતા.તેઓએ મને પહેરેલા કપડે ઘરેથી કાઢી મૂકી હતી.