Gujarat
વૃદ્ધાનું અવસાન થતા પાર્થિવ શરીરને મેડિકલ કોલજમાં દાન કરાયો
By GS TEAM
12 Aug 20251 min read

વડોદરા,સમા - સાવલી રોડ પર રહેતા ૮૯ વર્ષની મહિલાનું અવસાન થતા મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ માટે તેમના મૃતદેહનું બરોડા મેડિકલ કોલેજને દાન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સમા સાવલી રોડ વૃંદાવન પાર્ક ડૂપ્લેક્સમાં રહેતા ૮૯ વર્ષના રેવાબેન અંબાલાલભાઇ પટેલનું કુદરતી રીતે અવસાન થયું હતું. તેમની ઇચ્છા હતી કે, અવસાન પછી તેમના દેહનું દાન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરવામાં આવે. જેથી, તેમના પરિવાર દ્વારા તેમના પાર્થિવ શરીરને બરોડા મેડિકલ કોલેજને સુપરત કરવામાં આવ્યું છે.








