Get The App

વડોદરાના જૈન દંપતીના DNA ટેસ્ટ બાદ મૃતદેહ સોંપાયા, આજે વડોદરામાં અંતિમવિધિ

Updated: Jun 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના જૈન દંપતીના DNA ટેસ્ટ બાદ મૃતદેહ સોંપાયા, આજે વડોદરામાં અંતિમવિધિ 1 - image

Air India Plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરૂવારે (12મી જૂને) ક્રેશ થયું હતું. જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. સરકાર દ્વારા  ડીએનએ ટેસ્ટની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.  ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારના જૈન દંપતીના મૃતદેહનો ડીએનએ ટેસ્ટ થઈ જતા મૃતદેહ વડોદરા લાવવા તજવીજ હાથ ધરવામાં રહી છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં ગુરુકુળ નજીક વિમલનાથ રેસિડેન્સીમાં રહેતા રજનીકાંત દોશી અને જ્યોતિબેન દોશી યુકેમાં રહેતી પુત્રી પૂનમબેનને મળવા જઈ રહ્યા હતા ત્યારે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: એક એવો પ્રેમ, કે જેને મૃત્યુ પણ અલગ ન કરી શક્યું!, પટેલ દંપતીની હૃદયસ્પર્શી કહાની

લંડનમાં રહેતી પુત્રી અમદાવાદ દોડી આવી

તેમની અકોલા ખાતે રહેતી પુત્રી તેમજ લંડનમાં રહેતી પુત્રી અમદાવાદ દોડી આવ્યા હતા. બે દિવસ પહેલા પિતાના મૃતદેહનો ડીએનએ મેચ થયો હતો. જ્યારે હવે માતાનો પણ ડીએનએ મેચ થઈ જતા બંનેના મૃતદેહ સોંપવા તજવીજ કરવામાં આવી રહી છે.

આ પણ અમદાવાદ વિમાન દુર્ઘટના: 162 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

પરિવારના નિકટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સાંજે બંનેના મૃતદેહ વડોદરા ખાતેના રહેઠાણે લવાય તેવી શક્યતા છે. ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવશે.