Gujarat

કેલિયા વાસણા ગામે રણછોડરાય મંદિરે ભરવાડ સમાજે મામેરું ભર્યું

By GS TEAM
26 Jun 20251 min read
કેલિયા વાસણા ગામે રણછોડરાય મંદિરે ભરવાડ સમાજે મામેરું ભર્યું

ભગવાનના મામેરાના દર્શન માટે ભક્તોની ભીડ

બગોદરા - ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામે આવેલા રણછોડરાયજી મંદિરે આગામી અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વે ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ડીજેના તાલે મામેરું લઈને કેલિયા વાસણા ગામે આવેલા રણછોડરાય મંદિરે પહોંચ્યા હતા અને મામેરું ભર્યું હતું.

ભરવાડ સમાજ દ્વારા મામેરું ભરવામાં આવતા ૨૭મી તારીખે યોજાનારી રથયાત્રા માટે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેલિયા વાસણા ગામે આવેલા મંદિરના આયોજકો દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાનના ત્રણેય રથોને પણ આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે. રથયાત્રાને લઈને ધોળકા રૃરલ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આજે રથયાત્રા પૂર્વે ભરવાડ સમાજ દ્વારા ભવ્ય મામેરું ભરવામાં આવ્યું હતું. કલીકુંડ વિસ્તારમાં આવેલી સારથી નગર સોસાયટીથી ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ડીજેના તાલે મામેરું લઈને કેલિયા વાસણા ગામે આવેલા રણછોડરાય મંદિરે પહોંચ્યા હતા અને મામેરુ ભર્યું હતું.

રથયાત્રામાં જોડાનારા ભક્તો માટે મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. મહિલા મંડળ દ્વારા પ્રસાદ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. કેલીયા વાસણા રણછોડરાય મંદિરથી રથયાત્રા પ્રસ્થાન કરશે અને કલીકુંડ પહોંચી નિજ મંદિર પહોંચશે રથયાત્રાના રૃટ પર આવતી સોસાયટી શેરીઓને મોલાના લોકો રથયાત્રાનો સ્વાગત કરશે અને ભગવાનના દર્શન કરશે સાથોસાથ સોસાયટીઓના રહેશો અલગ અલગ સેવા કેમ્પો કરી ભક્તોને સેવા પૂરી પાડશે.