વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણનું આકર્ષણ ઉમેરાશે

Sayaji Baug Vadodara : વડોદરા કોર્પોરેશનના પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની જોડી જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી મંગાવવામાં આવશે. જેની સામે કોર્પોરેશન પશુ પંક્ષી એક્સચેન્જના ભાગરૂપે જૂનાગઢને આપશે.
મ્યુનિ.કમિશનર અરૂણ બાબુએ આજે મળેલી અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે, સફેદ વાઘની જોડી વડોદરા કોર્પોરેશનને આપવાની ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી છે. જેના ભાગરૂપે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા ત્રણેક વર્ષમાં પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ મળે તેને ધ્યાનમાં રાખી પ્રાણી અને પક્ષીઓ એક્સચેન્જ પ્રોગ્રામમાં લેવામાં આવ્યા હતા. જેમાં સિંહના બે બચ્ચા લેવામાં આવ્યા તેમાં એક બચ્ચાનું બીમારીથી મોત થયું હતું.

