સુરત,
તા. 18 જુન, 2020, ગુરૃવાર
સુરત મહાનગરપાલિકાના આજે જાહેર કરવામા આવેલા હદ વિસ્તરણના કારણે સુરત મ્યુનિ.નો હદ વિસ્તાર 326.52 સ્કે.કીમીમાંથી વધીને સીધો 474.18 સ્કે. કીમીનો થઈ ગયો છે. આજના હદ વિસ્તરણમાં એક સાથે બે નગર પાલિકા અને 27 ગામડાનો સમાવેશ કરવામા ંઆવ્યો છે. હદ વિસ્તરણના કારણે 147.67 સ્કે.કીમીનો વિસ્તાર વધ્યો છે પરંતુ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સુરતની વસ્તીમાં 1.76 લાખનો જ વધારો થયો છે.
2006માં સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ કરવામા આવ્યું ત્યારે મ્યુનિ.ની સામાન્ય સભાના ઠરાવ વિના જ રાજ્ય સરકારે સુરત મ્યુનિ.માં 27 ગામો અને 8 નગરપાલકિાને સુરતમાં જોડી દીધું હતું. 2019માં સુરત મહાગનરપાલિકાના હદ વિસ્તરણની દરખાસ્ત આવી ત્યારે સરકારની મુળ દરખાસ્તમાં ૨૪ ગામ અને બે નગરપાલિકાનો સમાવેશ કરવામા આવ્યો હતો. ભાજપની સંકલન બેકમાં બે નગર પાલિકા અને 22 ગામનો સમાવેશ કરવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ મ્યુનિ.ની સામાન્ય સભામાં 19 ગામ અને બે નગર પાલિકાનો સમાવેશ કરતી દરખાસ્ત મંજુર કરવામા ંઆવી હતી.
આજે સરકારે સુરત મ્યુનિ.ના હદ વિસ્તરણની જાહેરાત કરી ત્યારે 27 ગ્રામ પંચાયતના 31 ગામો સહિત બે નગર પાલિકાનો સમાવેશ કરવામા ંઆવ્યો તેમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 1.76 લાખની વસ્તી અને 147.67 સ્કે.કીમીનો વિસ્તાર વધ્યો છે. રાજ્ય સરકારના જાહેરનામા સાથે જ સુરત મ્યુનિ.નો વિસ્તાર હવે 326.36 સ્કે.કીમીથી વધીને 474.18 સ્કે.કીમીનો થઈ ગયો છે.

