Gujarat

જામનગરની આર્યસમાજ સંસ્થા અને દયાનંદ કન્યા વિદ્યાલયના વાર્ષિકોત્સવની ઉજવણી કરાશે: 150 કુંડી પર્યાવરણ શુધ્ધિ યજ્ઞ, પૂર્વ વિદ્યાર્થીનીઓનું સન્માન થશે

By GS TEAM
14 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરમાં આર્ય સમાજ સંસ્થાની સ્થાપનાના 98માં અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના 78મા વાર્ષિકોત્સવ નિમિત્તે સંસ્થા દ્વારા વક્તત્વ સ્પર્ધાઓ, 150 કુંડી પર્યાવરણ શુધ્ધિ યજ્ઞ, સ્વામી શ્રધ્ધાનંદજીના બલિદાન દિવસના સમારોહ તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની આર્યસમાજ સંસ્થા અને દયાનંદ કન્યા વિદ્યાલયના વાર્ષિકોત્સવની ઉજવણી કરાશે: 150 કુંડી પર્યાવરણ શુધ્ધિ યજ્ઞ, પૂર્વ વિદ્યાર્થીનીઓનું સન્માન થશે

જામનગરમાં આર્ય સમાજ સંસ્થાની સ્થાપનાના 98માં અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના 78મા વાર્ષિકોત્સવ નિમિત્તે સંસ્થા દ્વારા વક્તત્વ સ્પર્ધાઓ, 150 કુંડી પર્યાવરણ શુધ્ધિ યજ્ઞ, સ્વામી શ્રધ્ધાનંદજીના બલિદાન દિવસના સમારોહ તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આર્ય સમાજના અને આર્ય સમાજ સંચાલિત કન્યા વિદ્યાલયના વાર્ષિકોત્સવ નિમિત્તે તા. 19, 20 અને 22મીએ શહેર-જિલ્લાની વિદ્યાર્થીનીઓ માટે મહામંત્ર ગાયત્રી અને પર્યાવરણ જાળવણી, સનાતને વેદ ધર્મ અને પૃથ્વી ઉપરનું અમૃત ગાયનું દુધ વિષયો ઉપર તથા વેદ પરિચય અને સ્વદેશી અપનાવો-દેશ બચાવો વિષયો ઉપર બપોરે 2 વાગ્યે કન્યા શાળામાં વક્તત્વ સ્પર્ધા યોજવામાં આવી છે. 

તા.21મીના રવિવારે દયાનંદ કન્યા વિદ્યાલયની 7 પૂર્વ વિદ્યાર્થીનીઓનું સન્માન સવારે 10 વાગ્યે યોજાશે. જયારે તા. 23મીએ માણેકનગર રોડ ઉપરની વીશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજની વાડીમાં તા. 23મીના મંગળવારની સવારે 10 વાગ્યે 150 કુંડી પર્યાવરણ શુધ્ધિ યજ્ઞ અને 11 વાગ્યે સ્વામી શ્રધ્ધાનંદ બલિદાન દિવસનો સમારોહ યોજવામાં આવશે.