એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ અંતર્ગત અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૮૩૪ કરોડની આવક
૫.૯૮ લાખ કરદાતાઓ પૈકી ચાર લાખથી વધુએ ઓનલાઈન ટેકસ ભર્યો
અમદાવાદ,શનિવાર,31 મે,2025
એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ સ્કીમ અંતર્ગત અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનને રુપિયા ૮૩૪.૮૦ કરોડની પ્રોપર્ટી ટેકસની આવક થઈ છે. ૫.૯૮
લાખ કરદાતાઓએ આ સ્કીમનો લાભ લીધો હતો.જે પૈકી ચાર લાખથી વધુએ ઓનલાઈન ટેકસ ભર્યો
હતો.
૮ એપ્રિલથી ૩૧ મે સુધી એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ અમલમા
હતી.એડવાન્સ ટેકસ ભરનારા કરદાતાઓને ૧૨થી ૧૫ ટકા સુધીનુ રીબેટ આપવામાં આવ્યુ
હતુ.૪.૨ લાખ કરદાતાઓએ ઓનલાઈન ટેકસ ભરતા કોર્પોરેશનને રુપિયા ૫૧૯.૨૬ કરોડની આવક થઈ
હતી.પશ્ચિમ ઝોનમાંથી એડવાન્સ પ્રોપર્ટી ટેકસ પેટે સૌથી વધુ રુપિયા ૨૧૮.૫૫ કરોડ આવક
થઈ હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી રુપિયા ૧૯૦.૩૫ કરોડ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રુપિયા ૧૨૩.૭૬ કરોડ જયારે મધ્યઝોનમાંથી રુપિયા ૧૧૨.૧૮
કરોડ આવક થઈ હતી.પૂર્વઝોનમાંથી રુપિયા ૬૭.૬૨ કરોડ, ઉત્તરઝોનમાંથી રુપિયા ૬૨.૦૪ કરોડ તથા દક્ષિણ ઝોનમાંથી
રુપિયા ૬૦.૨૮ કરોડ આવક થઈ હતી.પ્રોફેશન
ટેકસની રુપિયા ૪૪.૮૯ કરોડ તથા વ્હીકલ ટેકસની રુપિયા ૩૨.૯૧ કરોડ આવક મળી
કોર્પોરેશનને તમામ ટેકસની રુપિયા ૯૨૪.૭૮ કરોડ આવક થઈ હતી.