અડાલજ ઝુંડાલ માર્ગને પહોળો કરવા ૪૦ દબાણો પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું
ત્રિમંદિરથી ઝુંડાલ સુધીના હાઇવેને સર્વિસ રોડ સહિત એઇટલેન
કરવાનું આયોજન
ગુડા, માર્ગ અને મકાન, પંચાયત સાથે વહિવટી તંત્રનું સંયુક્ત મેગા ડિમોલેશન મકાનો, દૂકાનો અને ઝુંપડા સહિતના દબાણો હટાવાયા ઃ ૨૦૦ દબાણો હજુ હટાવાશે
ગાંધીનગરના અડાલજ ત્રિમંદિરથી ઝુંડાલ સુધીનો માર્ગ ઉત્તર
ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચે કડી સમાન છે ત્યારે આ માર્ગને પહોળો કરવાની કામગીરી
હાલ ચાલી રહી છે તેવી સ્થિતિમાં આસપાના દબાણો કામગીરી માટે નડતરરૃપ હોવાને કારણે
થોડા દિવસ અગાઉ ગુજરાત રાજ્ય ડેવલપમેન્ટ
ઓથોરિટી , માર્ગ
અને મકાન વિભાગ, હાઇવે
ઓથોરિટી તથા મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે દબાણકારોને એકત્ર કરીને
તેમને સ્વયંભૂ દબાણ દૂર કરવા આલ્ટીમેટમ આપી દીધું હતું.
આ સૂચનાને પગલે ઘણા દબાણકારોએ પોતાની રીતે દબાણ દૂર કરવાની
કામગીરી શરૃ કરી દીધી હતી. ત્યાર આ માર્ગને પહોળો કરવામાં ૩૦૦ જેટલા દબાણો નડતરરૃપ
હોવાને પગલે આજે રવિવારની રજા હોવા છતા આ તમામ તંત્રએ સંકલન સાધીને મેગા ડિમોલેશન
ડ્રાઇવ ચલાવી છે.
અગાઉ અલ્ટીમેટમ આપ્યા બાદ પણ દબાણો દૂર નહીં કરનાર
દબાણકારોની હોટલ, દુકાન, લારી, ઓટલા સહિત મકાનો
તથા ઝુંપડા પર પણ આજે તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આજે ૪૦ જેટલા
દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે આગામી ત્રણથી ચાર દિવસ પણ આ મેગા ડિમોલેશ
ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. આ માર્ગ ઉપર વચ્ચે બાલાપીરની દરગાહ પણ આવેલી છે ત્યારે
તે અંગે વાતાવરણ તંગ બન્યું છે. જો કે,
હાલ તો તંત્રએ સ્થાનિકોને સાથે રાખીને દરગાહની આસપાસની દિવાલો તથા નડતરરૃપ ઓટલો
તોડયો છે.૩૦૦ જેટલા દબાણો આ માર્ગને પહોળો કરવામાં નડતરરૃપ હોવાન કારણે હજુ આગામી
ત્રણથી ચાર દિવસ અહીં ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે.
બાલાપીર દરગાહની આસપાસની દિવાલ અને ઓટલા પણ તોડી દેવાયા
અડાલજ-ઝુંડાલ માર્ગ ઉપર બાલાપીર સર્કલ આવેલું છે. આ ચાર
રસ્તા પાસે આવેલી બાલાપીર દરગાહને કારણ જ આ સર્કલ બાલાપીર સર્કલથી ઓળખાય છે ત્યારે
દરગાહ હાઇવે માર્ગન અડીને આવેલી છે તેવી સ્થિતિમાં આ માર્ગને પહોળો કરવામાં
દરગાહની આસપાસનું બાંધકામ પણ તોડવામાં આવ્યું હતું. જો કે,
સ્થાનિકોએ આ મામલે સંયમ રાખીન તંત્રને સહકાર આપ્યો હતો અને દરગાહની આસપાસ
દિવાલ તથા ઓટલાના દબાણો તંત્ર દ્વારા તોડવામાં આવતા હતા તેમાં સહયોગ પણ કર્યો હતો.
એટલુ જ નહીં, ઘણુ દબાણ સ્થાનિકોએ સ્વયંભૂ પણ તોડી દિધું હોવાનું
જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સ્થળે આવેલી દરગાહનું મૂળ માળખું એમનું એમ જ
રાખવામાં આવ્યું છે. જેથી કોઇ ધાર્મિક લાગણી દુભાઇ નથી.
તમામ દબાણો હટાવવામાં હજુ તંત્રને ત્રણથી ચાર દિવસનો સમય
લાગશે
ગાંધીનગરના અડાલજથી ઝુંડાલ સુધીના માર્ગને પહોળો કરવા ગુડા, માર્ગ અને મકાન
વિભાગ, પંચાયત
સાથે જિલ્લા વહિવટી તંત્રની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે આજથી બુલડોઝર સાથે
દબાણો દૂર કરવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી.આ પહેલા જ અહીં અગાઉ ગુડાની નોટિસને
પગલે ઘણા દબાણકારોએ સ્વયંભૂ પોતાના દાબણો દૂર કરી દીધા છે. ત્યારે હવે ઝુંડાલ
તરફના માર્ગ ઉપરના દબાણો દૂર કરાશે. જેમાં રહેણાંક મકાનોનો પણ સમાવશે થાય છે.
ગેરકાયદે રીતે મકાનો બનાવી દિધા બાદ હવે આ મકાનો ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં
આવશે. આગામી ત્રણ થી ચાર દિવસ અહીં દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે
તેમ અધિકારી વર્તુળમાંથી માહિતી મળી રહી છે.