Get The App

વડોદરાની કલેકટર ઓફિસનું સરનામું બે વર્ષ બાદ બદલાઈ જશે

Updated: Feb 10th, 2019

GS TEAM

Google News
Google News
વડોદરાની કલેકટર ઓફિસનું સરનામું બે વર્ષ બાદ બદલાઈ જશે 1 - image

વડોદરા, તા. 10 ફેબ્રુઆરી 2019 રવિવાર

આઝાદી બાદ છેલ્લા 70 વર્ષ ઉપરાંત ના ગાળાથી વડોદરાની કલેકટર ઓફિસ કોઠી કચેરી ખાતેની ઐતિહાસિક ઇમારતમાં ચાલતી હતી. જોકે ટ્રાફિકને ટ્રાફિકનું ભારણ તેમજ અન્ય કચેરીઓના કારણે ઓફિસ ખસેડવા માટેની દરખાસ્ત અગાઉ રાજ્ય સરકારને કરવામાં આવી હતી.

આ દરખાસ્તને સરકારે મંજૂર કર્યા બાદ 2017માં તત્કાલીન કલેકટર લોચન સહેરા નવી કલેકટર ઓફિસ ના બાંધકામ માટેની મંજૂરી રાજ્ય સરકાર પાસેથી લઈ આવ્યા હતા ત્યારબાદ નવી કલેકટર ઓફિસ જુના પાદરા રોડ પર વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતેની વિશાળ જગ્યા ઉપર નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને નવી કલેકટર ઓફિસ રજવાડી ટાઈપ ઈમારતમાં બનાવવામાં આવશે.

આશરે ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારી નવી કલેકટર ઓફિસની ઇમારત માટેનું ખાતમુહૂર્ત આવતીકાલે કરવામાં આવશે આ સાથે જ કામનો શુભારંભ થશે અને બે વર્ષમાં કામ પૂર્ણ થતાની સાથે જ કોઠી કચેરી ખાતેથી કલેકટર ઓફિસ જુના પાદરા રોડ ઉપર સ્થળાંતર કરાશે.

Tags :