રાજકોટમાં ચોરીના ગુનામાં ફરાર આરોપી વઢવામણાંથી ઝડપાયો
આરોપી વિરૃધ એ-ડિવીઝન પોલીસ મથકમાં સાત જેટલા ગુના નોંધાયેલા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર એલસીબી પોલીસે રાજકોટ બી-ડિવીઝન પોલીસ મથકની હદમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને વઢવાણ વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બાતમીના આધારે રાજકોટ શહેરના બી-ડિવીઝન પોલીસ મથકની હદમાં નોંધાયેલા રૃા.૧૮.૯૫ લાખના મુદ્દામાલની ચોરીના ગુનામાં સંડોવાયેલો અને પકડવાનો બાકી આરોપી રાકેશભાઈ પેથાભાઈ દેવીપુજક (રહે.વહાણવટીનગર,દુધરેજ)ને વઢવાણ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીના મુદ્દામાલ પૈકી રોકડ રૃા.૧ લાખ ઝડપી વઢવાણ પોલીસ મથકે સોંપ્યો હતો. આરોપી અંગે વધુ તપાસ કરતા સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ મથકમાં હથિયાર ધારા, ચોરી તેમજ જાહેરનામાના ભંગના ઉલંધ્ધન અંગેના ૭ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.