Vadodara : વડોદરાના વડસર રોડ પર ઓરો હાઈટમાં રહેતા કમલેશ પ્રભુદાસભાઈ પટેલ સ્ટીલનો બિઝનેસ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ત્રણ વર્ષ પહેલાં મેં એક ટેમ્પો ખરીદ કર્યો હતો. એપ્રિલ 2025 માં મારા મોબાઈલ પર મુસ્તાકભાઈ જુમ્માભાઈ શેખ (રહે-બેતુલ અહેદ સોસાયટી ગોરવા, મૂળ રહે-મોલાબક્ષ ડેલા સામે યાકુતપુરા) નો મારા પર કોલ આવ્યો હતો અને ટેમ્પો ભાડે લેવા માટે વાતચીત કરી હતી. 500 રૂપિયાના સ્ટેમ્પ પર કરાર કરીને માસિક રૂ.19,000 ના ભાડે ટેમ્પો આપ્યો હતો. તેમણે 40 હજાર રૂપિયા ડિપોઝિટ પેટે મને આપ્યા હતા અને બે મહિના સુધી તેમને ભાડાના મને 31 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ભાડું આપતા ન હતા અને અવારનવાર ફોન કરવા છતાં તેઓ જવાબ આપતા ન હતા તેમના ઘરે તપાસ કરતા જાણવા મળ્યું કે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અને મકાન ખાલી કરીને જતા રહ્યા છે.
ટેમ્પો ભાડે લઈ છેતરપિંડી કરનાર આરોપી ભાડાનું ઘર ખાલી કરીને ફરાર


