સાયલાની સગીરાને ભગાડી જનાર આરોપી હરિયાણાથી ઝડપાયો
- 8 મહિના અગાઉ યુવતીને લાલચ આપી આરોપી ભગાડી ગયો હતો
સાયલા : સાયલા પોલીસ મથકે નોંધાયેલા પોસ્કોના ગુનોનો આરોપી અને પીડિતાને પોલીસે હરિયાણાના ગુડગાંવ શહેરમાંથી ઝડપી પાડી નાની મોલડી પોલીસને સોંપ્યા હતા. હાલ નાની મોલડી પોલીસે આરોપીનો કબજો લઇ આગળની તપાસ હાથ ધરી છે.
નાની મોલડી પોલીસ સ્ટેશન હેઠળ આવતા સાયલા તાલુકાના એક ગામની સગીરાને સંજયકુમાર મહેશચંદ્ર કુંડારીયા (ઉં.વ.૨૫, રહે. રેની ગામ, જિ.અલવર, રાજસ્થાન) આઠ માસ પહેલા ભગાડી ગયો હતો. જે અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. તપાસ દરમિયાન સાયલા પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેમજ પીડિતા હરિયાણાના ગુડગાંવ શહેરમાં છે. બાતમીના આધારે સાયલા પોલીસની એક ટીમ ગુડગાંવ પહોંચી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી શિવ કોલોની વિસ્તારમાંથી બંનેને ઝડપી પાડયા હતા અને સાયલા પોલીસ મથકે લાવી આગળની તપાસ નાની મોલડી પોલીસ સ્ટેશન ચલાવવા આપી હતી.