Get The App

વડોદરાની બ્લેક સ્પોટ કપુરાઈ ચોકડી પાસે અકસ્માતનો ગ્રાફ ચિંતાજનક બન્યો

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાની બ્લેક સ્પોટ કપુરાઈ ચોકડી પાસે અકસ્માતનો ગ્રાફ ચિંતાજનક બન્યો 1 - image


Vadodara : વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ જામ્બુવા જીઈબી કટ, કપુરાઇ બ્રિજ પાસે , એપીએમસી માર્કેટ સામે, દુમાડ ચોકડી, રણોલી ચોકડી અને સહિતના બ્લેક સ્પોટ આઇડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. જેમાં કપુરાઈ ચોકડી પાસે જીવલેણ અકસ્માતનો ગ્રાફ સતત વધી રહ્યો છે. 

પાછલા ગણતરીના દિવસોમાં સર્જાયેલ અકસ્માતની મળતી વિગતો પ્રમાણે, બે દિવસ અગાઉ કપૂરાઈ ચોકડી પાસે રસ્તાની સાઈડમાં પાર્ક ટ્રેલરમાં છોટા હાથી ટેમ્પો ઘુસી જતા એકનું મોત નીપજ્યું હતું. જૂન મહિના દરમ્યાન એકટીવા સવાર દંપતિને આઇસરે ટેમ્પોએ અડફેટે લેતા બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જૂન મહિના દરમ્યાન કપુરાઈ ચોકડી પાસે પીકઅપ ગાડીએ બે એકટીવા ચાલકને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું. જૂન મહિના દરમ્યાન કપુરાઈ ચોકડી પાસે ટેમ્પોની અડફેટે આધેડનું મોત નીપજ્યું હતું. મે મહિના દરમ્યાન મહિના અગાઉ કપુરાઈ ચોકડી બ્રિજ ઉપર ટ્રકની અડફેટે બાઈક સવાર બે યુવાનો પૈકી એકનું મોત નીપજ્યું હતું. આમ, કપુરાઇ ચોકડી ખાતે તથા કપુરાઈ ચોકડી બ્રિજ ઉપર અનેક અકસ્માતના કિસ્સા છે.

Tags :