- નળસરોવર વિસ્તારમાંથી
- મોરબીના ટાઈલ્સના કારખાનાની ઓરડીમાંથી આરોપી અને પીડિતા પકડાયા
વિરમગામ : નળસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની સગીરાનું અપહરણ કરીને છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડયો હતો.
આરોપી શંકાસ્પદ મોબાઈલ ડિવાઇસનો ઉપયોગ કરતો હોવાનું ધ્યાને આવતા મોબાઇલના આઈએમઈઆઈ નંબર પોર્ટલ પર અપલોડ કરતા એક સીમકાર્ડ એક્ટિવ થયેલું હતું. જે નંબર લોકેશન મોરબી ખાતે આવતા સિરામિક ટાઇલ્સના કારખાનામાં તપાસ કરતા ઓરડીમાં સંતાડીને રાખવામાં આવેલ પીડિતા અને આરોપી કિરણ નગીનભાઈ રાવળ મૂળ રહે. મટોડા હાલ વિરમગામવાળાને ઝડપી પાડયો હતો. પીડિતા સહિત બંનેને વિરમગામ ટાઉન પોલીસ મથકે લાવી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.


