Gujarat

કપડવંજના તૈયબપુરાથી ઘડિયા સુધી 7 કિ.મી. રોડનું કામ 3 વર્ષથી અધુરું

By GS TEAM
17 Jul 20251 min read
કપડવંજના તૈયબપુરાથી ઘડિયા સુધી 7 કિ.મી. રોડનું કામ 3 વર્ષથી અધુરું

- પેટા કોન્ટ્રાક્ટરના આપઘાત બાદ મંથરગતિએ ગામગીરી

- રૂા. 18.80 કરોડનું ટેન્ડર કે.એલ. ચૌધરીના નામે લાગ્યું હતું : રોડ ઝડપી પૂર્ણ કરવા માંગણી

કપડવંજ : કપડવંજ તાલુકાના તૈયબપુરાથી ઘડિયા સુધી અંદાજે ૭ કિ.મી. આરસીસી રોડનું કામ 3 વર્ષથી અધૂરૂં છે. ત્યારે તૈયબપુરાના લોકો 4 વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે.

કપડવંજ તાલુકાના ઘડિયા ૨૦૨૨માં કામ શરૂ કરવાનું  રૂા. ૧૮.૮૦ કરોડનું ટેન્ડર ઈજારેદાર કે.એલ. ચૌધરીના નામે ૨૦૨૩મા કામ પુરૂ કરવાનું હતું. રોડ પરના પેટા કોન્ટ્રાકટરના કામની નાણાકીય લેવડદેવડમાં સુસાઈટ નોટ લખી ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા બાદ આ રોડનું કામ વિલંબમાં પડયું હતું. ત્યાર બાદ ધીમે ધીમે કામ શરૂ કરતા ચાર વર્ષ થવા છતાં તૈયબપુરાથી ઘડિયા સુધી તૈયબપુરા, જગડુપુર, પીરોજપુર, લાડુજીના મુવાડા વઘાસ ઝેર સુધી અંદાજે ૭ કિ.મી.નું આરસીસી રોડનું કામ અધૂરું છે. ત્યારે સૌથી વધુ ગામોમાં તૈયબપુરાના રહીશો ચાર વર્ષથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે પીડબલ્યુડી વિભાગ હાઈકોર્ટેના આદેશોનું પાલન કરે છે કે, મનમરજીથી કામગીરી કરશે તે જોવું રહ્યું. તેમજ તાત્કાલિક ધોરણે હાઈકોર્ટેના નિર્દેશનું પાલન કરી ઝડપભેર રોડ બનાવવા માંગ ઉઠી છે.