Get The App

બનાસકાંઠા: થરાદ-સાંચોર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
બનાસકાંઠા: થરાદ-સાંચોર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત 1 - image


Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લાના થરાદ-સાંચોર હાઈવે પર ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે થયેલી સામસામે અથડામણમાં એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો.

થરાદના યુવકનું સારવાર દરમિયાન મોત

મળતી માહિતી અનુસાર, થરાદ-સાંચોર હાઈવે પર ગત રાત્રે હાઈવે પરથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે કોઈ કારણોસર જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન થરાદના એક યુવકનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું. યુવકના મોતના સમાચારથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: પંચમહાલ: ગોધરામાં તસ્કરો બેફામ, ભરચક વિસ્તારમાં આવેલા 'બાવાની મઢી' મંદિરમાં ચોરી

આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, કેટલાક ઇજાગ્રસ્તોની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતા જ થરાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.