વસોના દંતાલી ગામથી આઈટીઆઈ પાછળનો રોડ બનાવવામાં ઠાગાઠૈયા
- ડામર રોડ બનાવવા માંગ, તંત્રના આંખ આડા કાન
- નાળવાળા ધૂળિયા સાંકડા રસ્તાથી ચોમાસામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનોને પસાર થવું મુશ્કેલ
વસો તાલુકાના દંતાલી ગામ અંતરિયાર વિસ્તારમાં છે. દંતાલી ગામની સીમમાં આઈટીઆઈ આવેલી છે. દંતાલી ગામથી સરદારપુરાથી આઈટીઆઈ તરફ જવાનો નાળનો ધૂળિયો રસ્તો આવેલો છે. રસ્તામાં આજુબાજુના ખેતરોમાંથી પાણી જતા તેમજ ચોમાસામાં કિચડના કારણે સીમ વિસ્તારના લોકોને ખેતી વિષયક સાધનો લઈને જવામાં ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તો બંને બાજુ ઝાડ વૃક્ષોથી છવાઈ ગયો છે. દંતાલી સીમમાંથી પસાર થતો આ રસ્તો ડામરનો બનાવાય તો આઈટીઆઈ જતા વિદ્યાર્થીઓ અને પલાણા જતા લોકોને સુવિધા મળી રહે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં સત્તાધીશો દ્વારા દુર્લક્ષ સેવાતા પ્રશ્ન ઉકેલાતો નહીં હોવાથી ગ્રામજનોમાં આક્રોશ વ્યાપ્યો છે.
આ બાબતે માર્ગ અને મકાન સબ ડિવિઝન નડિયાદના નાયબ ઈજનેરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.