Get The App

ગાંધીનગરમાં TET-TAT ઉમેદવારોનું મહા આંદોલન, 15 ઉમેદવારોને પકડવા 6 પોલીસ ઇન્સ્પેક્ટર, LCB અને પોલીસ કાફલો

Updated: Mar 11th, 2025

GS TEAM


Google News
Google News
ગાંધીનગરમાં TET-TAT ઉમેદવારોનું મહા આંદોલન, 15 ઉમેદવારોને પકડવા 6 પોલીસ ઇન્સ્પેક્ટર, LCB અને પોલીસ કાફલો 1 - image


TET TAT candidates Protest: ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન જ્યાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે આજે સરકારી કોલેજોમાં ભરતી કરવા મુદ્દે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ ધોરણ 1 થી 5માં જગ્યાઓ વધારવાની માંગ સાથે ઉમેદવારો પહોંચી ગયા હતા.

વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગાંધીનગર વિધાનસભા ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વિરોધ પ્રદર્શન કરવા આવતા લોકોને રોકવામાં આવે છે. ત્યારે બીજી બાજુ આજે વિધાનસભાથી થોડે દૂર વિદ્યા સમીક્ષા ભવન ખાતે ઉમેદવારો પહોંચી ગયા હતા. આ ઉમદેવારોએ ભવન આગળ સૂત્રોચાર કરી અને પોસ્ટર બતાવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.

ઉમેદવારોએ જગ્યા વધારીને માંગ સાથે સૂત્રોચાર કર્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આ ઉમેદવારો માંગણી કરી રહ્યા છે કે તારીખ 31 મે 2025ના રોજ 3374 શિક્ષકો નિવૃત્ત થશે અને 21,254 જેટલી જગ્યાઓ ખાલી પડશે, તો 5,000 જેટલી ઓછી ભરતી કેમ? 

Tags :