Get The App

એક સમયે નોકરીમાંથી ટર્મિનેટ કરાયેલ અમદાવાદના ફાયર અધિકારીની ગાંધીનગર CFO તરીકે નિમણૂંક

અમને રાજીનામુ મળ્યુ છે પરંતુ મંજુર કરાયુ નથી,ચીફ ફાયર ઓફિસર

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News

     એક સમયે નોકરીમાંથી ટર્મિનેટ કરાયેલ  અમદાવાદના ફાયર અધિકારીની ગાંધીનગર CFO તરીકે નિમણૂંક 1 - image

  અમદાવાદ,મંગળવાર,10 જુન,2025

ગુજરાત સ્ટેટ સીવીલ ડીફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશીપ નાગપુર  ફાયર કોલેજમાં પ્રવશ લઈ સબ ઓફિસરનુ પ્રમાણપત્ર મેળવી અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવનાર ડીવીઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજાને ૨૨ ઓગસ્ટ-૨૪ના રોજ મ્યુનિસિપલ કમિશનરે નોકરીમાંથી ટર્મિનેટ કર્યા હતા. આ અધિકારીની ગાંધીનગર ખાતે ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક કરાઈ છે.ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ કહયુ, અમને રાજીનામુ મળ્યુ છે.પરંતુ મંજુર કરાયુ નથી.

નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર સર્વિસ કોલેજ ખાતે ખોટી સ્પોન્સરશીપ મેળવી શૈક્ષણિક લાયકાત મેળવી અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવવાના આક્ષેપ સાબિત થતા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે પ્રોબેશન ઉપર ફરજ બજાવતા ત્રણ ડીવીઝનલ ફાયર ઓફિસર સહિત કુલ નવ અધિકારી-કર્મચારીને નોકરીમાંથી ટર્મિનેટ કરવા હુકમ કર્યો હતો.આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આ અધિકારીઓની તરફેણમાં ચૂકાદો આપતા કોર્પોરેશન દ્વારા આ ચૂકાદાને  હાઈકોર્ટની ડીવીઝનલ બેન્ચમાં પડકારવામાં આવ્યો છે.જે અંગે હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. આ પરિસ્થિતિમાં ઓમ જાડેજાની ગાંધીનગર ખાતે ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક થતા આ બાબત વિવાદાસ્પદ બની છે.આ અધિકારીને ગાંધીનગર ખાતે ફરજ ઉપર હાજર થવા કોર્પોરેશનનું નો ઓબજેકશન સર્ટિફિકેટ રજૂ કરવુ પડે એમ છે.પ્રોબેશન ઉપર ફરજ બજાવનારા આ અધિકારીનુ રાજીનામુ  સ્ટાફ સિલેકશન કમિટી કે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરાવવુ પડે.

ફાયર NOC રીન્યુ કરવા ધરખમ ચાર્જિસ વસૂલ કરાતા હોવાની રજૂઆત

        ફાયર એન.ઓ.સી.રીન્યુ કરવા માટે પ્રાઈવેટ ફાયર સેફટી ઓફિસરો દ્વારા ધરખમ ચાર્જિસ વસૂલાતા હોવાની ડાયરેકટર જનરલ,ગાંધીનગરને રજૂઆત કરાઈ છે.ગુજરાત રાજય હોટલ ફેડરેશન,અમદાવાદ દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં એફએસઓ દ્વારા નાના મિલકત ધારકો, દુકાનદારો,હોટલ કે રેસ્ટોરન્ટ માટે નિયત દર કરતા વધુ ચાર્જિસ  વસૂલ કરાઈ રહયા છે.જનરલ એફએસઓ માટે સરકારનો દર પાંચ હજાર રુપિયા છે તેના બદલે રુપિયા ૨૦થી ૩૦ હજાર વસૂલ કરાય છે.એડવાન્સ એફએસઓ માટે સરકારનો દર રુપિયા ૧૫ હજાર છે તેના બદલે રુપિયા ૫૦થી ૭૫ હજાર લે છે.સ્પેશિયલ એફએસઓ માટે સરકારનો દર રુપિયા ૨૫ હજાર છે તેના બદલે એજન્સીઓ રુપિયા ૮૦ હજારથી બે લાખ વસૂલતી હોવાથી આ ગેરરિતીઓ તાકીદે અટકાવવા રજૂઆત કરાઈ છે.

Tags :