Gujarat

સયાજીગંજમાં લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાતાં તંગદિલી,સગીર પકડાતાં સ્થિતિ વણસતાં અટકી

By GS TEAM
30 Oct 20251 min read
સયાજીગંજમાં લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાતાં તંગદિલી,સગીર પકડાતાં સ્થિતિ વણસતાં અટકી

વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાં ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર સગીર સામે પોલીસે કાર્યવાહી કરતાં સ્થિતિ વણસતાં અટકી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,એક સગીરે લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકતાં તેના જ પરિચિત એવા બીજી કોમના યુવકે નારાજગી વ્યક્ત કરી હતી.આ માટે તેણે પોસ્ટ મૂકનારને ધમકી પણ આપી હતી.

વાતાવરણ તંગ બને તે પહેલાં સયાજીગંજના પીઆઇ ઝેડ એન ધાસુરા અને ટીમે સગીરને ઝડપી પાડયો હતો અને પોસ્ટ ડિલિટ કરાવી સ્થિતિ સંભાળી લીધી હતી.આ અંગે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો.

પાણીગેટમાં પણ પોસ્ટને કારણે તોફાન થયું હતું

તાજેતરમાં પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં પણ સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટને કારણે તંગદિલી સર્જાઇ હતી.એક જૂથના ટોળાંએ પથ્થરમારો અને તોડફોડ પણ કરી હતી.જેમાં પોલીસને સ્થિતિ સંભાળતાં નાકે દમ આવી ગયો હતો.