જામનગરના જુના નાગના અને નવા નાગના ગામને જોડતો બ્રિજ બનાવવા માટે ત્રણ વર્ષમાં ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ
Jamnagar : જામનગર નજીક નવા નાગના અને જૂના નાગના ગામને જોડતો મેજર બ્રિજ કે જેની હાલત દયનીય છે, અને ચોમાસાની સિઝનમાં ગ્રામજનોને આવવા જવા માટેની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પુલનું કામ શરૂ કરવા માટે ત્રણ વર્ષ પહેલા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. જે કામ હજુ સુધી શરૂ નહીં થતાં આખરે ગ્રામજનોનો ભરોસો ઉઠી ગયો છે.
ઉપરોક્ત બ્રિજના કામ માટે એક પાર્ટીને કોન્ટ્રાક્ટ અપાયો હતો, પરંતુ તે પાર્ટીએ એક વર્ષ સુધી કામ શરૂ કર્યું હતું. જેથી રિટેન્ડર પ્રક્રિયા થઈ હતી અને બીજી વખત પણ કામ ન થતાં હાલ ત્રીજી વખત રી-ટેન્ડરની પ્રક્રિયા કરાઇ છે. અને બે કરોડના કામમાં 27 ટકા ઓન આવી છે. એટલે કે અંદાજે 2 કરોડ 40 લાખમાં પુલ તૈયાર થઈ શકે તેમ છે, તે માટે ફરીથી અમદાવાદની એક પાર્ટીને કોન્ટ્રાક અપાયો છે.
હવે તે પાર્ટી પુલ બનાવવાનું કામ કરે છે કે કેમ, તે જોવાનું રહેશે. જોકે ગ્રામજનોને આ પુલ બની જાય તેનો કોઈ ભરોસો નથી રહ્યો, અને હાલ ચોમાસાની સિઝનમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો છે.