અમ્યુકોના કમિશનરને રજૂઆત: SVPહોસ્પિટલમાં સફાઈના ટેન્ડરની શરતો પક્ષપાતી હોવાથી નવું ટેન્ડર બહાર પાડો
ન્યુ કમરને નો એન્ટ્રીના માનસિકતાને કારણે કરોડ ખર્ચ્યા બાદ પણ સારી સેવા મળતી નથી
જૂની કંપનીઓને દર મહિને સરેરાશ રૃા.૧૦ લાખનો દંડ થતો હોવા છતાં તેમને જાળવી રાખવાનો સ્થાપિત હિતોનો પ્રયાસ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
અમદાવાદ શહેરની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ બનાવવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં સપઆસફાઈની કામગીરીના ટેન્ડરો મેળવી ચૂકેલી અને કામકાજ કરતી કંપનીઓને મહિને સરેરાશ રૃા.૧૦ લાખની પેનલ્ટી કરવી પડતી હોવા છતાંય નવી કંપનીઓ ટેન્ડરની પ્રક્રિયામાં ભાગ ન લે અને જૂની ખાઈબદેલી કંપનીઓ મનસ્વી રીતે વહેવાર કરતી રહે તે માટે નવા બહાર પાડેલા ટેન્ડરની શરતો જ એ રીતે મૂકવામાં આવી છે કે નવી કંપનીને તેમાં એન્ટ્રી જ મળે નહિ. એક જ હોસ્પિટલમાં ૩૦૦થી વધુ માણસોની સેવા પૂરી પાડેલી હોવી જોઈએ તેવી શરત પણ ટેન્ડરમાં રાખવામાં આવી છે.છેલ્લા પાચ વર્ષમાથી ત્રણ વર્ષ દરમિયાન વાર્ષિક ટર્નઓવર રૃા.૨૫ કરોડથી વધુ હોવું જરુરી હોવાની શરત પણ મૂકવામાં આવી છે. તેની સાથે જ છેલ્લા પાંચ વર્ષમાંથી એક વર્ષ દરમિયાન એક જ હોસ્પિટલમાં રૃા. ૨૦ કરોડથી વધુ રકમના ટેન્ડર મંજૂર કરાવેલા હોવા જોઈએ.
માસિક સરેરાશ રૃા. ૧૦ લાખની પેનલ્ટીનો સામનો કરી રહેલી વિશ્વ એન્ટરપ્રાઈઝે ફેબુ્રઆરી ૨૦૨૫ પછી માસિક બિલ પ્રી ઓડિટ માટે મોકલ્યા જ નથી
જૂના ટેન્ડરમાં કોઈપણ એક હોસ્પિટલમાં હાઉસકીપિંગની ત્રણ વર્ષ સેવા આપી ચૂકેલી કંપનીઓ રૃ. ૩ કરોડનું ટર્નઓવર ધરાવતી હોય તો ટેન્ડર ભરી શકે તેવી શરત મૂકી હતી. હવે એક જ હોસ્પિટલમાં ત્રણ વર્ષ સેવા આપી શકે તેવી નવી કંપનીઓ તૈયાર થઈ ગઈ હોવાથી તેમણે ત્રણ હોસ્પિટલમાં ત્રણ - ત્રણ વર્ષ સુધી સેવા આપેલી કંપનીઓને જ ટેન્ડર ભરવાને પાત્ર અને વર્ષનું રૃા. ૫ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીને ટેન્ડરને પાત્ર ગણાવી દીધી છે. પરિણાામે ત્રીસમી જૂને બોલાવવામાં આવેલી પ્રીબિડ મિટિંગમાં જૂની અને ખાઈબદેલી કંપનીઓએ જ હાઉસકીપિંગના કોન્ટ્રાક્ટ માટે હાજરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણામે અમ્યુકોના કમિશનર, ડેપ્યુટી કમિશનર, હોસ્પિટલ કમિટીને લેખિત રજૂઆત પણ કરીન ેટેન્ડરની શરતમાં સુધારો કરવામાં આવશે તો નવી કંપનીઓને એન્ટ્રી લેવાનો અવકાશ મળી શકશે. આમ હોસ્પિટલમાં સ્થાપિત હિત ધરાવનારાઓ પસંદગીની કંપનીને જ ટેન્ડર મળે તે માટેના પ્રયાસો કરી રહ્યા હોવાથી ગંધ આવી રહી છે.
અત્યારે હાઉસ કીપિંગની સેવા આપતી વિશ્વ એન્ટરપ્રાઈઝની કામગીરી એટલી ખરાબ છે કે તેમને સરેરાશ દર મહિને રૃા.૧૦ લાખનો દંડ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં નવી કંપની સારી સેવા આપવા આગળ આવે તે જરૃરી છે. પરંતુ નવી કંપનીને એન્ટ્ર જ ન મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કંપનીની કામગીરીના બિલ દર મહિને ક્લિયર કરવામાં આવે છે. મહિને રૃા. ૧.૬૫ કરોડની આસપાસના બિલ લે છે. પરંતુ કોઈ કારણોસર ફેબુ્રઆરી ૨૦૨૫ પછી કંપની તેના માસિક બિલ પ્રી ઓડિટ માટે મૂકી શકી જ નથી. ન્યુ કમરને નો એન્ટ્રીના માનસિકતાને કારણે કરોડ ખર્ચ્યા બાદ પણ સારી સેવા મળી શકતી નથી