બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા
- દસેય બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગેરકાયદે રહેતા હતા
સાણંદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવામાં આવ્યા હતાં. તેમ છતાંય કેટલાક લોકો છટકીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રહેવા જતા રહ્યા હતાં. ત્યારે અમદાવાદમાંથી ફરીવાર ગેરકાયદે રહેતા ૧૦ બાંગ્લાદેશીઓ પકડાયા છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અમદાવાદના બાકરોલથી ધોળકા જતા માર્ગ પર અસલાલી પોલીસ સ્ટેશનની હદમાંથી દસ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડયા છે. આ તમામ લોકો મજૂરી કામ કરવા જતા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા લોકો પાસે ભારતીય નાગરિક તરીકેનો કોઈ આધાર પુરાવાઓ નહીં હોવાનું જણાઈ આવતા કાર્યવાહી કરી બાંગ્લાદેશીઓને તા.૦૮/૦૮/૨૦૨૫ના મુવમેન્ટ ઉપર નઝ૨ કેદમાં રાખી કોઈ ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે કે કેમ ? તે દિશામાં કામગી૨ી ક૨વા આગળની તપાસ હાથ ધરવા બાંગ્લાદેશીઓને અસલાલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે. આ તમામ લોકો સન કોમ્પ્લેક્ષ, લાલ બહાદુર શાી રોડ, હરિપુરા પાન વાળીની ચાલીની બાજુમાં, મણીનગરમાં રહે છે.
(૧) રોજીના દાઉદભાઈ મલીક (ઉ.વ.૩૭)
(૨) રોહીમા દાઉદભાઈ મલીક (ઉ.વ.૫૫)
(૩) ફાતીમા અબ્દુલ હુસેન તુબારીક મુલ્લા (ઉ.વ.૨૩)
(૪) ઇબ્રાહીમ (ઉ.વ.૫, ફાતીમા નાસીર મલેક-માતા)
(૫) સાદીયા તરીકુલ મલેક (ઉ.વ.૨૦)
(૬) મારૂફા અન્સાર શેખ (ઉ.વ.૪૦)
(૭) ઇમોન જાહેદહસન દુલુ શેખ (ઉ.વ.૨૩)
(૮) શ્રાવની કામરૂભાઈ ગાજી (ઉ.વ.૨૭)
(૯) સાયરા (ઉ.વ.૦૬, શ્રાવની કામરૂભાઈ ગાજી-માતા)
(૧૦) અલસલીમ (ઉ.વ.૦૫, શ્રાવની કામરૂભાઈ ગાજી-માતા)