Get The App

વડોદરાના કપુરાઈ બ્રિજ આસપાસના હંગામી દબાણોનો સફાયો : આડેધડ વાહન પાર્ક અંગે કાર્યવાહી

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના કપુરાઈ બ્રિજ આસપાસના હંગામી દબાણોનો સફાયો : આડેધડ વાહન પાર્ક અંગે કાર્યવાહી 1 - image


Vadodara : વડોદરા શહેરના હાઇવેને જોડતા બ્રિજ આસપાસ છેલ્લા કેટલાક દિવસથી પાલિકા, નેશનલ હાઈવે ઓથોરિટી, ટ્રાફિક અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ફરી એક વખત મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણો લારી ગલ્લા, પથારા, શેડ, ખુમચાના દબાણો હટાવીને બેઠક જેટલો માલ સામાન નેશનલ હાઈવે ઓથોરિટી એ કબજે લીધો હતો. તંત્રની સંયુક્ત ત્રણ ટીમો ત્રાટકતા જ પથારા લારી ગલ્લાવાળાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે હાઇવે પર પાર્ક નાના મોટા વાહન ચાલકોને મેમો ફટકારીને દંડનીય કાર્યવાહી કરાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે મુંબઈ વડોદરા હાઈવેના જાંબુઆ બ્રિજ નજીક અવારનવાર ટ્રાફિક જામ થતાં ભારે હોબાળો મચ્યો હતો. પરિણામે પાલિકા દબાણ શાખા, ટ્રાફિક અને સ્થાનિક પોલીસ તથા નેશનલ હાઈવે ઓથોરિટીએ સંયુક્ત રીતે એક્શનમાં આવીને છેલ્લા ચાર દિવસથી આસપાસ બ્રિજ નીચે અને રોડ રસ્તાની બંને બાજુએ છતાં દબાણો ગેરકાયદે પાર્કિંગ મુદ્દે સપાટો બોલાવ્યો હતો. 

પાલિકાની દબાણ ટીમ, ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ, સ્થાનિક પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ અને હાઇવે ઓથોરિટી સામૂહિક રીતે ત્રાટકી હતું. રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણો લારી, ગલ્લા, પથારા, ખુમચા હટાવ્યા હતા અને બે ટ્રક જેટલો માલ સામાન હાઇવે ઓથોરિટીએ કબજે કર્યો હતો. જ્યારે કાચા શેડ તોડી પાડવામાં આવ્યા હતા. તમાશો જોવા એકત્ર ટોળાઓને સ્થાનિક પોલીસ કાફલાએ હટાવી દીધા હતા. જ્યારે બીજી બાજુ હાઈવે ની બંને બાજુએ બ્રિજ નજીક આડેધડ પાર્ક નાના-મોટા વાહનોના ચાલકોને મેમો ફટકારીને દંડનીય કાર્યવાહી કરી હતી.

Tags :