વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ રોડ પર હંગામી દબાણો દૂર કરાયા : ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત

Vadodara Corporation : વડોદરા શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલ પ્રિય લક્ષ્મી ગરનાળા નજીક હંગામી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખાએ ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત કર્યો હતો.
રેલવે સ્ટેશન પાસે આવેલ પ્રિયલક્ષ્મી મિલ રોડ નજીક છેલ્લા ઘણા સમયથી કેટલાક પથારાવાળાઓએ દબાણ કર્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ મામલે તંત્રને મળેલી ફરિયાદના આધારે દબાણ શાખાની ટીમ ગઈકાલે રાત્રે અહીં હંગામી દબાણ દૂર કરવા પહોંચી હતી. સયાજીગંજ પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત કરી અહીંનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

