વડોદરાના સંવેદનશીલ વિસ્તાર સહિત પશ્ચિમ વિભાગમાંથી ઠેર-ઠેર હંગામી દબાણોનો સફાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Demolition : વડોદરા કારેલીબાગ વિસ્તારમાં ભરાતા શુક્રવાર બજાર નિયત જગ્યાથી વધુ એરિયામાં ભરાતા દબાણ શાખાએ તમામને ખદેડી દેવા સહિત સંવેદનશીલ વિસ્તારના કેટલાક હંગામી દબાણોનો સફાયો કરીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દબાણ અને સિક્યુરીટી શાખા દ્વારા શહે૨ના વિવિધ વિસ્તા૨માં અડીંગો જમાવી બેઠેલા દબાણ કર્તાઓ સામે દબાણ ઝુંબેશ ચલાવી દબાણો દૂ૨ ક૨વામાં આવ્યા હતા. પાલિકાની દબાણ સિક્યુરીટી શાખા દ્વારા વોર્ડ નં.6માં ગ૨નાળા પોલીસ ચોકીથી ફતેપુરા ચાર રસ્તા સુધી શુક્રવારી બજા૨ ન લાગે તે માટે દબાણ શાખાની ટીમ દ્વારા નિયત જગ્યાથી વિસ્તાર વધારી દેતા તમામને ખદેડી દેવાયા હતા. જ્યારે વોર્ડ નં.12માં અકોટા પાસે, કારેલીબાગ પોલીસ સ્ટેશન સામેથી હંગામી દબાણો દૂર કરેલ છે. વોર્ડ નં.10 ના સ્ટાફને સાથે રાખીને તાંદલજા રોડથી નાગેશ્વ૨ પેટ્રોલ પંપ સુધી ફૂટપાથ ૫૨ દબાણ કરનારાઓને દૂર કરી માલ-સામાન જપ્ત કરેલ છે. દબાણ ટીમ, ટી.ડી.ઓ. વિભાગની ટીમને સાથે રાખીને વાડી બદરી મહોલ્લા, ખાટકીવાડ પાસેથી ગે૨કાયદે બાંધકામ તોડવાની કામગીરી પણ ક૨વામાં આવેલ છે. વોર્ડ નં.9 ની ટીમને સાથે રાખીને પ્રાથમિક સ્કૂલ સેવાસી રોડ પાસે, ગોત્રી મધ્ય ગુજરાત વીજ કંપની-સેલ પેટ્રોલ પંપની સામેથી દબાણ દૂર કરેલ છે. ખાનપુર ચોકડી પાસે, ગોત્રી સેવાસી રોડ પર બાપા સીતારામ મંદિ૨ જય વી૨ હનુમાન મંદિર પાસે, તાંદલજા-સન ફાર્મા રોડ પાસેથી દબાણ દુ૨ ક૨વામાં આવેલા છે.









