સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા

અન્નકૂટ
દર્શન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે ઃ
નવાવર્ષની શુભેચ્છા આપીને નગરજનો ઉજવણીમાં જોડાશે
સુરેન્દ્રનગર -
દિવાળી પર્વમાં ગુજરાતીઓના નવા વર્ષની પણ ઉજવણી કરવામાં આવતી
હોય છે. ત્યારે છેલ્લા ઘણા દિવસથી લોકો તેની તૈયારીઓ પણ કરતા હોય છે. બુધવારના
દિવસે સમગ્ર રાજ્યમાં પરિવારો દ્વારા નૂતનવર્ષ ઉજવાશે. બીજી તરફ એકબીજાને શુભકામના
પાઠવવાની સાથે સાથે મંદિરોમાં દર્શનાર્થે જતા હોય છે અને દેવી દેવતાના આશીર્વાદ
પ્રાપ્ત કરતા હોય છે. જે અંતર્ગત મંદિરોને પણ શણગારવામાં આવે છે.
અગિયારસના
દિવસથી શરૃ થયેલા દિવાળીના પાવન પર્વની ઉજવણીમાં લોકો જોડાઈ ગયા છે. ત્યારે
વાઘબારસ, ધનતેરસ
તેમજ કાળીચૌદસ બાદ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ વર્ષે કેલેન્ડર પ્રમાણે
પડતર દિવસ આવતો હોવાના કારણે મંગળવારે દિવાળી પર્વની ઉજવણીમાં બ્રેક લાગી છે.
ત્યારે બુધવારે ગુજરાતીઓના નવા વર્ષની ઉજવણી માટે પણ જિલ્લાના રહીશો તૈયાર થઈ ગયા
છે. નવા વર્ષને આવકારવા માટે તૈયારીઓ પણ કરી દીધી છે. તો એકબીજાને નૂતન વર્ષની
શુભેચ્છા પાઠવવાની સાથે સાથે મંદિરમાં પણ દર્શન કરવા જતા હોય છે અને દેવી-દેવતાના
આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. નવા વર્ષ નિમિત્તે મંદિરમાં પણ વિવિધ ધામક
કાર્યક્રમો આયોજન કરવાની સાથે સાથે અન્નકૂટ
દર્શન પણ યોજાતા હોય છે. તે માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ભગવાનને ૫૬ ભોગ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આમ દિવાળી પર્વ નિમિત્તે
મંદિરોને પણ વિશિષ્ટ રીતે શણગારવામાં આવતા હોય છે. સુરેન્દ્રનગર શહેર અને
જિલ્લામાં આવેલા મંદિરોમાં બુધવારે નવા વર્ષની ઉજવણી અંતર્ગત ભાવિકભક્તો દ્વારા
વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ નવા વર્ષના દિવસે દાન પુણ્યનો પણ
મહિમા હોવાના કારણે પાટનગરવાસીઓ વિવિધ વિસ્તારમાં જઈને આ પરંપરાને નિભાવશે. ત્યારે
નગરજનો નૂતન વર્ષાભિનંદન કહીને નવા વર્ષને આવકારશે.

