યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Visa Fraud Case : વડોદરાના વાડી વિસ્તારના મારુ ફળિયામાં રહેતા અને મંદિરના પૂજારી ભરતભાઈ ઈશ્વરભાઈ રાજપુતે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા મારા મંદિરે સ્વપ્નિલ શાહ આવ્યો હતો. ત્યારે મેં તેને કહ્યું હતું કે મારા નાના પુત્ર વિરલ તથા પુત્રવધુને યુ.કે.ખાતે મોકલવાના છે તો વિઝા કરી આપે તેવા કોઈ હોય તો મને કહેજો. સ્વપ્નિલભાઈએ મારી ઓળખાણ સોમા તળાવ ખાતે સત્યમભાઈ ત્રિલોક કપૂર શાહ સાથે કરાવી હતી. તેમણે 16.50 લાખનો ખર્ચો થશે તેવું જણાવ્યું હતું અમે ટુકડે ટુકડે તેઓને 12 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ સત્યમે મારા દીકરાના મોબાઈલ પર યુકે જવાનો ક્રોસ લેટર, એપોઇન્ટમેન્ટ ડેટ, ફી ભર્યાની વિગતો મોકલી હતી. થોડા સમય પછી સત્યમભાઈએ કીધું હતું કે તમારી એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ છે જેથી અમે 12 લાખની ઉઘરાણી કરતા તેમને અમને કુલ 5.19 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના 6.80 લાખ પરત આપ્યા ન હતા.








