Gujarat

ચાર દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ કિશોરનું મોત

By GS TEAM
21 May 20261 min read
ચાર દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ કિશોરનું મોત

વડોદરા,ચાર દિવસ પહેલા હાઇવે પર  જાંબુવા નજીક મોપેડ પર જતા બે ભાઇઓને ટક્કર મારીને કારચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ એક ભાઇનું સારવાર દરમિયાન મોત થયું છે.

મકરપુરા ડેપો નજીક નોવિનો રોડ પર રહેતો ૨૪ વર્ષનો  મિતેશ ભીમબહાદુર ધરતી તથા તેનો પિતરાઇ ભાઇ કિશન રામસીંગભાઇ બુધા,ઉં.વ.૧૬ (રહે. ચીમનભાઇની ચાલી,  પાણીની ટાંકી ફળિયું, વાપી, વલસાડ) ગત ૧૭ મી તારીખે મોડીરાત્રે બાઇક  લઇને જાંબુવાથી વડોદરા જતા તરફ આવતા હતા. તે દરમિયાન હાઇવે પર સુંદરપુરા પાટિયા જીઇબી સબ સ્ટેશન પાસે કાર સાથે અકસ્માત થતા મિતેશને કપાળ, માથા, ગાલ, પેટ અને ડાબા હાથે ઇજા થઇ હતી.જ્યારે કિશનને માથા,  આંખ, ગાલ ,ખભા  અને દાઢીના ભાગે ગંભીર ઇજા થઇ હતી. બંનેને બેભાન હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  સારવાર દરમિયાન કિશનનું મોડીરાત્રે સાડા ત્રણ વાગ્યે મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.