Gujarat
મકાનના સ્લેબનો ભાગ તૂટીને પડતા કિશોરને ઇજા
By GS TEAM
24 Jun 20251 min read

વડોદરા,છાણી જકાતનાકા એકતા નગરમાં મોડીરાતે મકાનના સ્લેબનો ભાગ તૂટીને પડતા સૂઇ રહેલા ૧૪ વર્ષના કિશોરને માથામાં ઇજા થઇ હતી.
છાણી જકાતનાકા એકતા નગરમાં રહેતા કલ્પેશભાઇ ઠાકોરનો ભાણેજ પ્રિન્સ શૈલેષભાઇ પરમાર (ઉં.વ.૧૪) મૂળ હાલોલ તાલુકાના એક ગામમાં રહે છે. તે મામાના ઘરે ભણવા માટે રહેતો હતો. ગઇકાલે રાતે તે ઘરે સૂતો હતો. તે દરમિયાન મકાનનો સ્લેબનો નાનો ટૂકડો તૂટીને પડતા તેને માથામાં ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સુધારા પર છે. પ્રિન્સના પાડોશમાં રહેતા વ્યક્તિએ જણાવ્યું હતું કે, એકતા નગરમાં અંદાજે ૪૦૦ મકાનો છે. આ મકાનો ૩૦ વર્ષ જૂના છે. મોટા ભાગના મકાનોનું રિનોવેશન થઇ ગયું છે. પરંતુ, ૧૦ મકાનો હજી જૂના અને જર્જરિત હાલતમાં છે.








