Get The App

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

Jamnagar : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં 16 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

 મળતી માહિતી મુજબ, ગોકુલનગર સોમનાથ સોસાયટી, શેરી નં. 2માં રહેતી વિદ્યાબા (ઉ.વ. 16), એ ગઈકાલ તા.17/04/2026ના રોજ રાત્રે અંદાજે 10.00 વાગ્યાના આસપાસ પોતાના ઘરે બાથરૂમમાં પાઇપ સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોએ બનાવની જાણ થતાં તાત્કાલિક સિટી સી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ ઘટના અંગે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા બનાવના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે કોઈ અગમ્ય કારણોસર આ બનાવ બન્યો હોવાનું અનુમાન છે.