Gujarat

ખાંખ ચોકમાં તીન પત્તીનો જુગાર રમતાં 7 શખ્સ ઝડપાયા

By GS TEAM
13 Dec 20251 min read
ખાંખ ચોકમાં તીન પત્તીનો જુગાર રમતાં 7 શખ્સ ઝડપાયા

- લીંબડીના નાના વાસમાંથી જુગારની ક્લબ ઝડપાઇ

- બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હતો : રોકડ સહિત 43 હજારનો મુદ્દામાલ જપ્ત

લીંબડી : લીંબડી નાના વાસ પાસે આવેલા ખાંખ ચોકમાં રહેણાંક મકાનમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં સાત શખ્સો ઝડપાયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે પાંચ મોબાઈલ તથાં રોકડ મળીને કુલ રૂપિયા ૪૩ હજાર નો મુદામાલ કબ્જે કરીને ગુનો નોંધ્યો હતો.

ખાખ ચોકમા રહેતો વિજય ઉર્ફે ભીમ નાનગીભાઈ પરમાર તેના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમાડી રહ્યો છે. તેવી બાતમીના આધારે લીંબડી પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડીને જુગાર રમતાં વિજય ઉર્ફે ભીમ નાનજીભાઈ મકવણા, સલીમ રસુલભાઈ દુમાણી, વિજય ધીરૂભાઈ ચૌહાણ, જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ સોંડલા, નારાયણ દેહાભાઈ પરમાર, રમેશ ડાહ્યાભાઈ મકવણા, જાહીદ મહમદભાઈ પરમાર સહિતનાને ઝડપી પાડયા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી ૫-મોબાઈલ (રૂ.૧ ૯,૦૦૦), રોકડા (રૂ.૨૪,૩૬૦) મળીને કુલ રૂ.૪૩,૩૬૦નો મુદામાલ કબજે કરીને તમામ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ બનાવ તપાસ હાથ ધરી છે.