શહેરમાં ટકાઉ રોડ બનાવવા ટીમો બોલાવીને સલાહ લેવાશેે
પાણી અને ડ્રેનેજના કામો માટે પણ ટીમ વડોદરા આવી સર્વે કરી અભિપ્રાય આપશે

પાણી અને ડ્રેનેજના કામો માટે પણ ટીમ વડોદરા આવી સર્વે કરી અભિપ્રાય આપશે
આ ઉપરાંત પાણી અને ડ્રેનેજના કામો કરવામાં દેશભરમાં જેના નિષ્ણાતો મોખરે છે, તેની આઈઆઈટી રૃરકીની ટીમ વડોદરા બેત્રણ દિવસમાં આવશે, અને વડોદરામાં થતા કામો આ ટીમને બતાવીને તેનો સ્ટડી અને સર્વે કરાવીને અભિપ્રાય લેવાશે. જેથી કરીને વારેઘડીએ શહેરમાં રોડ પર ભૂવા અને ખાડાના બનાવો ન બને, અને સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે, એમ મ્યુનિ. કમિશનરનું કહેવું છે.
ડ્રેનેજ અને પાણીની કામગીરી માટે ખોદકામ પછી જે પૂરાણ કરાય છે તે સેટલ થાય તે પૂર્વે જ વરસાદ આવી જતા ખાડા પડયા છે. ગાયકવાડી સમયની ડ્રેનેજ લાઈનો પર ભૂવા પડી રહ્યા છે. આ લાઈનોનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ખાડાઓ પર વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ મટિરિયલ્સ ઠાલવીને ખાડા પૂરાણ થઈ રહ્યું છે. આમ છતાં નબળી કામગીરી માટે ૧૧ ઈજનેરને નોટિસ અપાઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું. રોડ, પાણી અને ગટરની કામગીરી સંદર્ભે આવતીકાલે કોર્પો.માં રિવ્યૂ બેઠક થશે.
કોર્પોરેશનમાં દર વર્ષે રોડ રિસર્ફેસિંગ, પેચવર્ક, ખોદકામ બાદ પૂરાણ અને નવા રોડ બનાવવાની કામગીરી પાછળ આશરે ૨૦૦ કરોડ ખર્ચે છે. આટલા ખર્ચ પછી પણ રોડ પર દર ચોમાસે ખાડાનું સામ્રાજ્ય છવાઈ ઔજાય છે.