Gujarat

સયાજી હોસ્પિટલમાં મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામના નિરીક્ષણ માટે ટીમ આવી

By GS TEAM
13 Nov 20251 min read
સયાજી હોસ્પિટલમાં  મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામના નિરીક્ષણ માટે ટીમ આવી

વડોદરા,નેશનલ સટફિકેશન માટે કેન્દ્રમાંથી બે  ડોકટરની ટીમે  વડોદરા આવી સયાજી હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યું  હતું.  અંતિમ રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવશે. 

 સયાજી હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારની  મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામની ટીમ આજે મુલાકાતે આવી હતી. હોસ્પિટલમાં સગર્ભા  અને નવજાત શિશુઓને  હોસ્પિટલ તરફથી આપવામાં આવતી સુવિધા અને સારવારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ ટીમે પ્રથમ ઓ.પી.ડી. ત્યારબાદ ગાયનેક અને પિડિયાટ્રીક ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી.

એસેસમેન્ટ બાદ ખામી જણાશે  તો હોસ્પિટલના તંત્રને જણાવવામાં આવશે. સગર્ભા અને નવજાત શિશુઓની યોગ્ય સાર સંભાળ ઉપરાંત  તેમના  મરણ અને રોગ અંગેની બધી બાબતો ધ્યાને લઈને નિરીક્ષણ કરવામાં આવશે.

 આ મૂલ્યાંકનમાં સરકાર દ્વારા તૈયાર કરાયેલા એક ચેક લિસ્ટ હોય છે, જેમાં   સવસ પ્રોવિઝનથી માંડીને આઠ ડિવિઝનના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે.