Get The App

સુરેન્દ્રનગરમાં બીએલઓ કામગીરીમાં થતા દબાણ સામે શિક્ષકોનો વિરોધ

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં બીએલઓ કામગીરીમાં થતા દબાણ સામે શિક્ષકોનો વિરોધ 1 - image

શિક્ષકો સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવા રજૂઆત

પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષકોને બીએલઓની કામગીરી સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

સુરેન્દ્રનગર -  બાળકોના શિક્ષણના ભોગે ચૂંટણીપંચની કામગીરી કરી રહેલાં શિક્ષકોને કામગીરી સંદર્ભે નોટિસ અપાતાં  સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે  મુખ્ય ચૂંટણી અધિકારી (જિલ્લા કલેક્ટર સુરેન્દ્રનગર)ને બીએલઓની કામગીરી દરમિયાન પડતી હાલાકી અંગે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

પ્રાથમિક શિક્ષક સંઘે આવદેનમાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકો પર ખોટું દબાણ નહીં કરવું, શિક્ષકો સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવો, ફોર્મ સબમિશન માટે વધુ ઓપરેટરની નિમણૂક કરવી, મોટા બુથો પર કામ કરવા માટે વધુ સમય લાગતો હોવાથી તાલુકા કક્ષાએ જરૃરી સૂચનો આપવા તેમજ રાત્રી સમયે બીએલઓ શિક્ષકને કામગીરી બાબતે નહીં બોલાવવા સહિતની બાબતો અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.