Get The App

સુરતથી વિદ્યાર્થીને લઇને ભાગી ગયેલી શિક્ષિકા ઝડપાઇ, એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
સુરતથી વિદ્યાર્થીને લઇને ભાગી ગયેલી શિક્ષિકા ઝડપાઇ, એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા 1 - image


Surat News : સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારનો ધો. 5 માં અભ્યાસ કરતો પુત્ર રમવા ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા દોડતા થયેલા માતા-પિતાએ શોધખોળ શરૂ કરી તો પુત્રનું તેની 23 વર્ષીય ટયુશન ટીચર અપહરણ કર્યાનું જાણવા મળતા મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે આજે પોલીસે ચાર દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસ બંનેને શામળાજી નજીકથી સુરત લાવી રહી છે.

પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે, શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો. જેથી તેને ટ્રેસ કરવી પોસિબલ ન હતી. આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યાં ન હતાં. જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યાં હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી. જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો.

રાજસ્થાન બોર્ડર પાસે રાયગઢથી પકડાઈ

પોલીસના જણાવ્યા અનુસાર શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાવી ગયા બાદ તેણે પોતાનો મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. પરંતુ આ દરમિયાન જાણવા મળ્યું હતું કે શિક્ષિકા પાસે અન્ય એક નંબર છે, જે ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. પહેલા સુરતથી અમદાવાદમાં ખાનગી બસમાં પહોંચ્યા હતા ત્યાંથી દિલ્હી ગયા, અને બાદમાં જયપુર ગયા હતા, ત્યાં રોકાવાની ખાસ વ્યવસ્થા ન થતા તેઓ ગુજરાત પરત ફર્યા હતા અને રાજસ્થાન બોર્ડર પાસે રાયગઢથી પકડાઈ ગયા હતા.

એકબીજાને પસંદ કરતા હોવાનો શિક્ષિકાનો દાવો

પોલીસે વિદ્યાર્થી અને શિક્ષિકાને પકડી પાડી પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. શિક્ષિકા અને વિદ્યાર્થી છેલ્લા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. વિદ્યાર્થી શિક્ષિકા પાસે ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. શિક્ષિકા ઘણા સમયતી ટ્યૂશન કરાવતી હોવાથી શિક્ષિકા અને બાળક વચ્ચે નજીકના સબંધ કેળવાયા હતા અને એકબીજાને પસંદ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેમની વચ્ચે પ્રેમ સબંધ હતો કે લાગણીનો સબંધ હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો? 

પરવટ પાટિયા-મગોબ રોડ સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘર નજીક કરિણા સ્ટોર ચલાવતા મૂળ રાજસ્થાનના 32 વર્ષના દુકાનદારના બે સંતાન પૈકી મોટો પુત્ર સ્મિત (નામ બદલ્યું છે, ઉ.વ.11) પરવટ પાટિયા વિસ્તારની એક હિન્દી વિદ્યાલયમાં ધો.5માં અભ્યાસ કરે છે. સ્મિત સ્કૂલ ટીચર માનસી રજનીકાંત નાઈ (ઉ.વ. 23 રહે. સમર્પણ એપાર્ટમેન્ટ, ગણેશનગર, પરવટ પાટિયા અને મૂળ. કંથાળી ગામ, તા. ઉંઝા,  મહેસાણા) ને ત્યાં ટ્યુશન જતો હતો પરંતુ હાલ વેકેશન ચાલે છે. સ્મિત 25 એપ્રિલના રોજ બપોરે રહેલાંક એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી પરત આવ્યો ન હતો. સ્મિત ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા માતાએ પતિ જાણ કરવાની સાથે સ્થાનિક વિસ્તારમાં શોધખોળ કરી હતી. ઉપરાંત સ્મિતની સ્કુલ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા સ્થિત તેની ટ્યુશન ટીચર માનસીનો હાથ પકડીને જતા નજરે પડયો હતો. 

ટીચરના ઘરે ગયા હતા. જયાં ટીચરના માતા-પિતાએ માનસી બપોરે બે વાગ્યા પછી ઘરેથી ગયા બાદ પરત આવી નથી અને ફોન પણ બંધ છે એવું જણાવ્યું હતું. જેથી પુણા પોલીસમાં અપહરણને ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી છે. જે અંતર્ગત સ્થિત અને માનસી સુરત રેલવે સ્ટેશન ઉપર નજરે પડયા હતા.


Tags :