Get The App

વડથલમાં વર્ગખંડમાં મિત્રો સાથે મસ્તી કરવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંક્યા

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
વડથલમાં વર્ગખંડમાં મિત્રો સાથે મસ્તી કરવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંક્યા 1 - image

- બાળકે 6 વર્ષથી માતા-પિતા પણ ગુમાવી છે 

- બાળકના ગાલમાં સોજો આવતા પીએસચીમાં લઇ જતા ડોક્ટરે પોલીસને જાણ કરતા તપાસ, શિક્ષક સામે પગલાં લેવાની માગ 

નડિયાદ : મહુધા તાલુકાના વડથલ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધો.૪ માં અભ્યાસ કરતા એક બાળકને શિક્ષકે બેફામ લાફા મારતા બાળકના ગાલ લાલ થઈ ગયા હતા અને સુઝી ગયા હતા. વર્ગખંડમાં પોતાના ભાઈબંધો સાથે મસ્તી કરવા બદલ શિક્ષકે આ બાળકને ગાલ અને બરડાના ભાગે ઉપરાછાપરી લાફા ઝીંકી દીધા હતા. આ બાળક છેલ્લા ૬ વર્ષથી માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યું છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. 

મહુધા તાલુકાના વડથલ ગામની પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે શિક્ષક દ્વારા ક્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. વર્ગખંડમાં આ બાળક તેના મિત્રો સાથે મસ્તી કરી રહ્યો હતો. જે વાતથી શિક્ષક ગુસ્સે ભરાયા હતા. આવેશમાં આવી ગયેલા શિક્ષકે બાળકને ગાલ અને બરડાના ભાગે જોરદાર લાફા ઝીંકી દીધા હતા. આ મારના કારણે બાળકના ગાલ સુઝી ગયા હતા અને લાલ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, જે બાળક પર શિક્ષકે આટલો અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે, તે છેલ્લા ૬ વર્ષથી તેના માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી ચૂક્યો છે. આ ગંભીર માર માર્યા બાદ બાળકના ગાલ સુઝી ગયા હોવાથી તેને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને માર મારવામાં આવ્યો હોવાનું જણાતા આ ગંભીર ઘટનાની જાણ મહુધા પોલીસ મથકે કરી હતી.આ સમગ્ર મામલે મહુધા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 શિક્ષક દ્વારા બાળકને માર મારવાની આ ઘટના પ્રકાશમાં આવતા શાળાના અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે, આવા શિક્ષક સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ શિક્ષક વિદ્યાર્થી સાથે આવો વ્યવહાર ન કરે. આ સમગ્ર મામલે મહુધા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.