Get The App

'શિક્ષકને ફાંસી આપો...', અમરેલીમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મનો મામલો, મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

Updated: Mar 7th, 2025

GS TEAM

Google News
Google News
'શિક્ષકને ફાંસી આપો...', અમરેલીમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મનો મામલો, મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું 1 - image


Amreli News : અમરેલી પંથકમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી હતી. અમરેલીના કુકાવાડા રોડ પર આવેલી શાળાના શિક્ષકે બે વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. શિક્ષક અવાર નવાર વિદ્યાર્થિનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હતો. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા અમરેલી પોલીસે આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપી શિક્ષકને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માગ કરી હતી.

'શિક્ષકને ફાંસી આપો...', અમરેલીમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મનો મામલો, મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું 2 - image

'ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ જઈશું'

અમરેલીમાં લંપટ શિક્ષકે ધોરણ-4 માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ભભૂક્યો હતો. જ્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન મુસ્લિમ સમાજે માગ કરી હતી કે, 'આરોપીને ફાંસીની સજા કરવામાં આવે અને કેસ મામલે એસ.આઇ.ટીની રચના કરીને તાત્કાલિક તપાસો કરવામાં આવે. જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી પહોંચી બાળકીઓને ન્યાય અપાવીશું.'

આ પણ વાંચો: અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો, શિક્ષકે બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

'શિક્ષકને ફાંસી આપો...', અમરેલીમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મનો મામલો, મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું 3 - image

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, અનુસાર અમરેલી જિલ્લાના કુકાવાડની ભારતનગર પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આરોપી શિક્ષક વિદ્યાર્થિનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચારતો હોવાની ફરિયાદ થઈ હતી. પ્રાથમિક શાળામાં ધોરણ 4ની 2 વિદ્યાર્થિનીઓને સાથે ગંદી હરકતો કરતાં શિક્ષક રંગેહાથ ઝડપાયો હતો. આરોપી શિક્ષક વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

'શિક્ષકને ફાંસી આપો...', અમરેલીમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મનો મામલો, મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું 4 - image

Tags :