રાજમહેલ રોડ પર એસ.ટી. બસની અડફેટે શિક્ષક ઘાયલ
મોડીરાતે આજવા ચોકડી પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા પાંચ મહિલાઓને ઇજા
વડોદરા,કેટરિંગનું કામ પતાવીને ટેમ્પામાં ઘરે જતા લોકોેને આજવા ચોકડી પાસે મોડીરાતે અકસ્માત નડતા પાંચ મહિલાઓને ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આજવા રોડ હાઇવે ચોકડી પાસે કૈલાસ પાર્ટી પ્લોટ નજીક ગત મોડીરાતે ૧૨ વાગ્યે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા પાંચ મુસાફરોને ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્ત દર્દીઓ (૧) ગંગાબેન પ્રતાપભાઇ વસાવા (ઉં.વ.૪૫) (રહે. જૂના રામપુરા ગામ નવી નગરી) (૨) મંજુલાબેન રમેશભાઇ વસાવા (ઉં.વ.૪૦) (૩) લલિતાબેન ચંદનભાઇ વસાવા (ઉં.વ.૪૦) (૪) રમીલાબેન મગનભાઇ વસાવા ( ઉં.વ.૬૦) તથા (૫) નર્મદાબેન કાનજીભાઇ (ઉં.વ.૬૦) ને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તમામની હાલત સુધારા પર છે.
જ્યારે અન્ય એક બનાવમાં વડદલા રોડ ગજાનંદ રેસિડેન્સીમાં રહેતા વિકાસ મારૃતરાવ મોરે ( ઉં.વ.૪૫) વિકલાંગ બાળકોને ટ્રેનિંગ આપે છે. આજે બપોરે સવા એક વાગ્યે રાજમહેલ ગેટ પાસેથી મોપેડ લઇને તેઓ બાળકોને ટ્રેનિંગ આપવા માટે જતા હતા. તે દરમિયાન એસ.ટી.બસ ચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડતા ચહેરા, ખભા તથા પગ પર ઇજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.