Gujarat

જામનગર પાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા ઉદ્યોગ નગર વિસ્તારમાં સતત બીજા દિવસે ટેક્સ રિકવરીની કામગીરી : પ્રથમ કલાકમાં જ વધુ 40 લાખની વસુલાત

By GS TEAM
17 Jun 20251 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. ફેઇઝ-2 અને 3 વિસ્તારમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલ કરવા માટેની કામગીરી આજે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા ઉદ્યોગ નગર વિસ્તારમાં સતત બીજા દિવસે ટેક્સ રિકવરીની કામગીરી : પ્રથમ કલાકમાં જ વધુ 40 લાખની વસુલાત

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. ફેઇઝ-2 અને 3 વિસ્તારમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલ કરવા માટેની કામગીરી આજે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી.

 મહાનગરપાલિકાના ટેક્સ બ્રાન્ચના અધિકારી જીગ્નેશ નિર્મળની રાહબરી હેઠળ પોલીસ તંત્રને સાથે રાખીને દરેડ જીઆઇડીસીના ફેસ-2 વિસ્તારમાં ફરીથી સર્વે કરવામાં આવ્યો હતો, અને પ્રત્યેક કારખાનાઓમાં સંપર્ક કરીને વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 આજે સવારે 11.00 વાગ્યાથી કામગીરીનો પ્રારંભ થયો હતો, અને 12.00 વાગ્યા સુધીના પ્રથમ એક કલાક દરમિયાન વધુ ચાલીસ લાખની બાકી રોકાતા મિલકતવેરાની રકમ મહાનગરપાલિકાની ટીમ સમક્ષ જમા થઈ છે, અને અન્ય કારખાનાઓને ત્યાં પણ હજુ રિકવરીની કામગીરી ચાલુ રખાઇ છે. જોકે આજે બીજા દિવસે કોઈ સીલીંગની પ્રક્રિયા થઈ નથી.