Get The App

વડોદરામાં પાલિકાની મુખ્ય કચેરીમાં પીવાના પાણી માટે ટેન્કર મંગાવવાનો વારો આવ્યો

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં પાલિકાની મુખ્ય કચેરીમાં પીવાના પાણી માટે ટેન્કર મંગાવવાનો વારો આવ્યો 1 - image


Vadodara : સમગ્ર શહેરમાં પીવાના પાણીના ધાંધિયા છે તે બાબત પાલિકાની મુખ્ય કચેરીમાં ટેન્કરથી પાણી ભરાતા સાબિત થયું છે. શહેરને પ્રાથમિક સુવિધાઓનો જ્યાં વહીવટ ચાલે છે તે કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ સ્થિત વડી કચેરીમાં પાણીના ધાંધિયા છાસવારે જોવા મળી રહ્યા છે. વારંવાર અહીં પાણી ખૂટી પડતા ટેન્કર મંગાવી પાણી ભરવું પડતું હોય છે.

વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર જ્યાં બેસે છે ત્યાં ટેન્કરથી પાણી મંગાવવું શહેરમાં પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોવાની બાબતની ચાડી ખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રોજ અંદાજે 400થી 450 પાણીના ટેન્કર વડે જરૂરિયાતમંદ નાગરિકોને પાણી પૂરું પાડવામાં આવે છે. આમ પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ પાલિકાનું તંત્ર કાચું પડી રહ્યું હોવાની બાબત અહીં સાબિત થઈ રહી છે.

Tags :