વડોદરાઃ વડોદરા નજીક દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ વે પર દુર્ગંધ મારતું પ્રવાહી છોડનાર ટેન્કરના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ગઇ તા.૧૬મી ઓક્ટોબરની સાંજે ફાજલપુર -સાકરીયાપુરા રોડ પર એક ટેન્કરમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી છોડવામાં આવી રહ્યું હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી. આ બનાવમાં પોલીસે ફોરેન્સિકના અભિપ્રાય બાદ ગઇ તા.૧૪મી ડિસેમ્બરે ગુનો નોંધ્યો હતો.
પોલીસે અઢી મહિના બાદ ટેન્કરના ડ્રાઇવર જોધાભાઇ ઉર્ફે સાગર ચમનાજી પ્રેમાજી પટેલ(ચૌધરી) (ઓલા,કલોલ, ગાંધીનગર મૂળ ધનસોર,બનાસ કાંઠા)ની ધરપકડ કરી છે.તપાસ દરમિયાન પાદરાની સિમરન કેમિકલ પ્રા.લિ.માંથી દૂષિત પ્રવાહી ભરવામાં આવ્યું હોવાની વિગતો ખૂલતાં પોલીસ હવે ટેન્કર ભરાવનારને શોધી રહી છે.


